તારીખ વીતી ગયા પછી રિટર્ન ફાઇલ કરવામાં આવે તો ફરજિયાત દંડની જોગવાઈનો ઉલ્લેખ નાણાપ્રધાને પોતાના બજેટ ભાષણમાં કર્યો. પહેલીવાર આવું દબાણ ઊભું કરવાની કોશિશ કરવામાં આવી છે. હાલમાં આકારણી વર્ષની આખરી તારીખ સુધી કોઇ પ્રકારના દંડ વગર રિટર્ન ફાઇલ કરી શકાય છે, પરંતુ આકારણી વર્ષ 2018-19 (નાણાંકીય વર્ષ 2017-18ના રિટર્ન) ફરજિયાતપણે 31 જુલાઇ સુધીમાં ભરી દેવાના રહેશે, અન્યથા રૂપિયા 5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓએ રૂપિયા 5,000 ફી ભરવી પડશે અને જો 31 ડિસેમ્બર બાદ રિટર્ન દાખલ કરવામાં આવશે તો રૂપિયા 10,000 ફી ભરવી પડશે. ઉપરાંત, નાણાં પ્રધાને કરદાતાને રિફંડ પર મળતા વ્યાજની સમયમર્યાદા પર પણ તરાપ મારી છે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, નાણા પ્રધાને આવકવેરા ધારામાં નવી કલમ 234(એફ)નો ઉમેરો કરીને આવકવેરાનું રિટર્ન મોડું ફાઇલ કરવા બદલ દંડ સ્વરૂપે ફી દાખલ કરી છે. આ ફીની રકમ આવકવેરા રિટર્નની સાથે કલમ 140(એ) મુજબ ચલણમાં જ ભરી દેવાની રહેશે.
હાલની જોગવાઇ મુજબ, આવકવેરા રિટર્ન જે-તે આકારણી વર્ષની આખરી તારીખ સુધી દંડ કે ફી વગર ભરી શકાતું હતું અને ત્યાર બાદ જ કલમ 271(એફ) હેઠળ દંડની જોગવાઇ હતી. જોકે, હવે રિટર્ન ભરવાનો સમય 8 મહિના ઘટી ગયો છે. રૂપિયા 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાને જો કર ભરવાનો પણ ના થતો હોય તો પણ વિલંબિત રિટર્ન બદલ રૂપિયા 1,000ની ફી ભરવી પડશે.
તેમણે કહ્યું હતું કે જેન્યુઇન કારણોસર કોઇ પ્રામાણિક કરદાતા પણ જો 31 જુલાઇ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરી શકે તો તેણે દંડ રૂપે ફી ભરવાની રહેશે તે અયોગ્ય છે.
અત્યાર સુધી કરદાતા જો તેનું રિટર્ન સમયસર ભરે તો તેને પ્રાપ્ત થતા રિફંડ ઉપરનું વ્યાજ જે-તે નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી (એક એપ્રિલથી) ગણાતું હતું, પરંતુ નાણાં પ્રધાને કલમ 244(એ)ની વ્યાખ્યામાં ફેરફાર કરીને જણાવ્યું છે કે હવેથી જે તારીખે કરદાતાએ રિટર્ન ફાઇલ કર્યું હશે તે તારીખથી જ રિફંડ પરનું વ્યાજ ગણવામાં આવશે.
By- news
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow