- પ્રીપેઇડ કસ્ટમર્સે પણ આધાર નંબર આપવો ફરજિયાત બનશે
- સિમકાર્ડના દુરુપયોગને રોકવાની દિશામાં મહત્વનું પગલું
નવી દિલ્હી, તા. 6 ફેબ્રુઆરી 2017, સોમવાર
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે એક વર્ષની અંદર દેશના દરેક ફોનગ્રાહકને આધાર નંબર સાથે જોડવામાં આવે. કોર્ટે પ્રીપેઇડ સિમકાર્ડના ગ્રાહકોને પણ આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટીસની બેન્ચે એક PIL ઉપર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને વર્તમાન મોબાઇલ ગ્રાહકોની ઓળખના વેરિફિકેશન માટે એક વર્ષની અંદર અસરકારક વ્યવસ્થા તૈયાર કરવાનું કહ્યું. અદાલતે કહ્યું કે દેશમાં 100 કરોડથી વધારે મોબાઇલયૂઝર છે તે તમામને એક વર્ષની અંદર આધારકાર્ડ સાથે જોડવામાં આવે. એટલું જ નહીં પ્રીપેઇડ સિમકાર્ડ કસ્ટમર જ્યારે રિચાર્જ કરાવવા જાય ત્યારે તેનું ફોર્મ પણ જમા કરાવવામાં આવે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો એક વર્ષની અંદર આ નિયમ કાયદેસર બનાવવામાં આવે તો સિમકાર્ડના દુરુપયોગને રોકી શકાશે. કોર્ટનું કહેવું છે કે બેન્કિંગ ઉપયોગ માટે સિમકાર્ડનું વેરિફિકેશન અત્યંત જરૂરી છે. પાછલી સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે મોબાઇલ સિમકાર્ડધારકોના વેરિફિકેશન માટે કોઇ રસ્તો છે કે કેમ? જવાબ આપવા કોર્ટે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાનો સમય આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક NGOએ જાહેર હિતની અરજી દાખલ કરી હતી કે કેન્દ્ર સરકાર અને TRAIને નિર્દેશ આપવામાં આવે કે મોબાઇલસિમધારકોની ઓળખાણ, સરનામું અને અન્ય માહિતી ઉપલબ્ધ હોય. કોઇ પણ મોબાઇલ સિમકાર્ડ વેરિફિકેશન વગર આપવામાં ન આવે.
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow