WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX
માં ચલાવો આસાનીથી
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે
કમ્પ્યુટર આપવામાં આવેલ છે
તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના
કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને
MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે
આપ હવે લિનક્ષ ઓપરેટીંગ
સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં
વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી
રીતે? તો જાણો.
windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું
નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી
સમજીએ.
ધારોકે આપણે MS-OFFICE ને
LINUX વાળા કમ્પ્યુટર માં install
કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ DOWNLOAD કરો
અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં
MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને
સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP
પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને
તેમાં PASTE કરો.હવે DESKTOP
પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર
ક્લિક કરશો તો તમને એક
વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર
ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે
તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી
ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH
WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા
દો . install થઇ
જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે
નીચેના પગલા અનુસરો.
સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર
પર જઈને ક્લિક કરતા
તમને લાસ્ટ ROW માં
wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે
તેના પર ક્લિક કરો તમને તમારો windows
નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow