:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

21 April 2012

ગુજરાતના રાજ્યપાલો


ગુજરાતના રાજ્યપાલશ્રીઓ ની યાદી

ક્રમ રાજ્યપાલ સમયગાળો
મહેંદી નવાઝ જંગ ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
નિત્યાનંદ કાનુગો ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
પી.એન.ભગવતી (કાર્યકારી) ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
વી.એન.ભગવતી (કાર્યકારી) ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
કે.કે.વિશ્વનાથન ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
શ્રીમતી શારદા મુખર્જી ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
પ્રો.કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
બી.કે.નહેરુ ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦ આર.કે.ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧ મહિપાલસિંહ શાસ્ત્રી ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨ ડૉ.સ્વરૂપસિંહ ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩ નરેશચંદ્ર સક્સેના ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪ કૃષ્ણપાલસિંહ ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫ અંશુમનસિંહ ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬ કે.જી.બાલક્રિશ્નન (કાર્યકારી) ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭ સુંદરસિંહ ભંડારી ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮ કૈલાશપતિ મિશ્રા ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯ ડૉ.બલરામ ઝાખડ (કાર્યકારી) ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦ નવલકિશોર શર્મા ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧ એસ.સી.જમિર (કાર્યકારી) ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨ ડૉ.કમલા બેનિવાલ ૨૭-૧૧-૨૦૦૯ થી (હાલમાં)

ગુજરાત રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓ



• ગુજરાતના અભયારણ્યો •



ડૉ. વિક્રમ સારાભાઇ

ડૉ. વિક્રમ સારાભાઇ જન્મની વિગત ૧૨ ઓગસ્ટ,૧૯૧૯ અમદાવાદ, ગુજરાત મૃત્યુની વિગત ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ થિરુવન્નથપુરમ માં કોવલમ, કેરાલા રાષ્ટ્રીયતા ભારતીય અભ્યાસ પી.એચ.ડી. વ્યવસાય વૈજ્ઞાનીક કાપડ અને દવાનો કૌટુંબીક વ્યવસાય વતન અમદાવાદ ખિતાબ ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા પદ્મભૂષણ પદ્મવિભૂષણ જીવનસાથી મૃણાલીની સારાભાઇ સંતાન કાર્તિકેય - મલ્લિકા માતા-પિતા સરલા - અંબાલાલ સારાભાઇ

20 April 2012

"સ્વામી વિવેકાનંદ"

"ઊઠો છાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરક સંદેશો આપનાર સ્વામી
વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. તેમનું
મૂળનામ નરેન્દ્ર હતુ. સ્વામી વિવેકાનંદે બી.એ. પાસ થયા પછી રામકૃષ્ણ પરમહંસને
ગુરુ બનાવ્યા.આધ્યાત્મિક જિજ્ઞાસાનીપરિતૃપ્તિ ગુરુજી પાસેથી થતાં ૧૮૮૪માં
સંન્યાસ ધારણ કર્યો. પછી વિવેકાનંદ નામ રાખી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું.
૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પોતાના અવિરત
વક્તવ્યથી હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા અને વેદાન્તનો ડંકો વગાડ્યો.
ઇગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિસ વગેરે દેશોમાં તત્વજ્ઞાનની સબળ અને
સફળ રજુઆતો કરી. ગુરુજીની સ્મૃર્તિમાં રામકૃષ્ણ મિશનની તેમજ બેલૂર મઠની
સ્થાપના કરી. તેમના જન્મદિવસને આજે આપણે યુવાદિન તરીકે ઉજવીએ છીએ.

Gujarat Quiz E-Certificate

<http://www.gqworld.in/Images/certificate/Certificate_01a.jpg>
<http://www.gqworld.in/Images/certificate/Certificate_02a.jpg>
<http://www.gqworld.in/Images/certificate/Certificate_03a.jpg>

SATISHKUMAR PATEL
<http://www.gqworld.in/Images/certificate/Certificate_05a.jpg>

"ઇન્દુલાલ યાજ્ઞિક"

નડિયાદના નાગર કુટુંબમાં ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૨ના રોજ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થયો હતો. ઇ.સ. ૧૯૧૨માં બી.એ. એલ.એલ.બી. થયા. ગાંધીજીની વિચારસરણીના વિરોધ છતાં સાચું લાગ્યું તે સ્વીકાર્ય. ઇન્દુલાલનું બીજુ નામ છે આંદોલન પ્રચંડ આંદોલન.બંગભંગ, સ્વદેશી ચળવળ, હોમરૂલ લીગ અને બૉમ્બ પ્રવૃતિ, ગાંધીવાદ, સમાજવાદ અને સામ્યવાદ ગળે ઉતારીને કિસાનોના પ્રશ્નોમાં જલદ રીતે કાર્યરત રહીને છ દાયકા સુધી વિશાળ ફલક ઉપર અન્યાય સામે એમનો આતશ ભભૂકતો જ રહ્યો. ઇ.સ. ૧૯૧૭માં બીજી કેળવણી પરિષદ યોજી રાષ્ટ્રીય કેળવણીની વિચારધારા સાથે 'ગુજરાત વિદ્યાપીઠ'નું બીજ રોપાયું. ઇ.સ. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલન ઉપાડી 'જનતા પરિષદ'ની રચના કરી. ઇ.સ. ૧૯૭૨માં દેહવિલય થયો.

19 April 2012

"કવિ દયારામ"

ગુજરાતી ભાષાના ગરબી કવિ દયારામનો જન્મ નર્મદા તટે ચાણોદ ગામે થયો હતો. દયારામને કેશવદાસ અને ઇચ્છારામ ભટ્ટજીનો સંસર્ગ થયો અને તોફાની યુવાનોના તરંગોમાં ભક્તિભરી જીવન નૌકા વહેવા લાગી. ભારતના તીર્થોની ત્રણ ત્રણ વખત યાત્રા કરી. ડાકોરથી દ્વારકા સુધીની મંદિરોમાં ભક્તિરસથી તરબોળ ગરબીઓ પોતાના સુરીલાં કંઠે તેમણે રામ સાગર સાથે ગાતા કૃષ્ણ લીલાનાં પદો અતિ લોકપ્રિય છે જેમાં ગોપી હ્દયના સુંદરભાવે અભિવ્યક્તિ કર્યા છે. તેમણે ૧૩૫ જેટલા ગરબી ગ્રંથો લખ્યા છે. તા.૯/૨/૧૮૫૨ ના રોજ શ્રી દયારામે પોતાનો નશ્વર દેહ છોડ્યો.
"દયારામભાઇ એટલે ગુજરાતની મધુરતા, ઝમક, ઝબકાર અને વિહ્વળતા" ગુજરાતનું નારી સંગીત એમની એક એક ગરબી ગુજરાતનું મહામૂલું મોતી છે.

17 April 2012

" પ્રાથમિક શિક્ષક તાલિમ ૨૦૧૨ "

* તાલીમ સાહિત્ય

* શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન મૉડ્યુલ

* ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત મૉડ્યુલ

* ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલૉજી મૉડ્યુલ

16 April 2012

" ઈડરિયો ગઢ, સાબરકાંઠા "

ઇડર ના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક
હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ. ૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ
હતું. એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર , રાખવામાં આવ્યું.

ત્યાર બાદ ઇ.સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું. અને તેના રાજા
હિંમતસિંહજીના નામ પરથી તેનું હાલનુંનામ હિંમતનગર રાખવામાં આવ્યું હતું. પ૦૦
ફુટ ઉંચાઇની ખડકાળ ટેકરીવાળા ઇડરગઢની તળેટીમાં ઇડર અતિ રમણીય રીતે વસેલું છે.
ડુંગર ઉપર આવેલા કિલ્લાની મજબુતાઇ કહેવતરુપ બની ગઇ છે. ઇડરીઓ ગઢ જીતવો એ અશકય
વસ્તુ પ્રાપ્ત કરવા બરોબર છે. ચીની મુસાફર હયુ-એન-સંગે (ઇ.સ. ૬૪૦ ) તેની
નોંધપોથીમાં વડાલીનો ઉલ્લેખ કર્યો છે. જેને ચીની ભાષામાં ઓ.ચા.લી. કહે છે.

પરિહર રજપુતોએ ઇડરની ફરી સ્થાપના કરી હોવાનું મનાય છે. આ રજપૂતોએ ચિતોડને તાબે
રહીને કેટલીક પેઢીઓ સુધી ઇડર પર રાજય કર્યું. ૧ર મા સૈકાના અંતમાં ઇડરના રાજા...એ
દિલ્લીના રાજા પૃથ્વીરાજ સાથે હિંન્દુસ્તાનના મુસ્લિમ આક્રમણકારો સામે ભાગ
લીધો અને સન ૧૧૯૩ ની થાનેસરની લડાઇમાં હિંદુઓની મોટી હાર થઇ અને તેમાં તે
મરાયો. ત્યાર બાદ ઇડર હાથી સોર્ડ કોળીના હાથમાં ગયું અને તેના પછી તેનો પુત્ર
શામળીઓ ગાદી પર આવ્યો.રાઠોડ રાજવી સોનંગજીએ શામળીયાને મારી નાખ્યો અને ઇડરનો
કબજો મેળવ્યો અને રાવ વંશની સ્થાપના કરી, જેમણે ધણી પેઢીઓ સુધી ઇડર પર રાજય
કર્યું.
વિલીન થયેલા રાજયો પૈકી વિજયનગર એ બીજું અગત્યનું રાજય હતું. ત્યાં મોટે ભાગે
પછાત કોમની વસતિ છે. તેનો વિસ્તાર જંગલોનો અને ટેકરીઓથી ધેરાયેલો છે.
વિજયનગરથી ૮ માઇલ દૂર અભાપુર પાસે શિવ, મહાવીર,સૂર્ય વગેરેના જૂના મંદિરોના
છૂટા છવાયા અવશેષો મળી આવ્યા છે.
ઇ.સ. ૧૧૦૦ માં બંધાયેલા શરણેશ્વર મહાદેવના મંદિરનો અલ્લાઉદ્‍ીન ખીલજીના ભાઇ
અલફખાને પાટણની ચડાઇ વખતે નાશ કર્યો. આ મંદિરની દરેક બાજુએ સુંદર શિલ્પકામ
કરેલું છે. પુરાતત્વ વિધાખાતા તરફથી તેના સંરક્ષણ માટે કેટલાંક પગલાં લેવામાં
આવ્યાં છે.
ભૂતપૂર્વ પશ્વિમ ભારતની દેશી રાજયોની એજન્સીના સાદરા વિભાગના
આંબલીયારા,મોહનપુર, માલપુર, બાયડ અને બીજા રાજયોને આ જિલ્લામાં ભેળવી દેવામાં
આવ્યાં છે. આમ હાલના સાબરકાંઠા જિલ્લામાં વિલીનીકરણ અને એકત્રીકરણ થયેલા ર૯
રાજયોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ અમદાવાદ જિલ્લાના પ્રાંતિજ તાલુકા અને મોડાસા
તાલુકાને પણ આ જિલ્લામાં સમાવી લેવામાં આવ્યાં છે.

નવેમ્બર-૧૯પ૬ માં રાજયનું પુનઃસંચાલન થતાં મુંબઇ રાજયના મોટાભાગનું વિભાજન
વિદર્ભ,મરાઠાવાડા,સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થયું હતું. ઘ્વિભાષી રાજયનું
વિભાજન થતાં સાબરકાંઠા જિલ્લો અમદાવાદ જિલ્લાની જેમ અસ્તિત્વમાં આવ્યો.
છેલ્લે 1 લી મે ૧૯૬૦ ના રોજ મુંબઇ રાજયનું વિભાજન થતાં ગુજરાત તથા મહારાષ્ટ્ર
અલગ અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યા. આ તારીખથી સાબરકાંઠા જિલ્લો રાજયના એક
ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યો.ઈડરની પુનઃ સ્થાપના પરિહાર રાજપુતોએ કરી હોવાનું
કહેવાય છે. જેમણે પિતોડને આધિન રહીને કેટલીક પેઢીઓ સુધી રાજ કર્યુ ૧રમી સદીના
અંતે ઈડરના રાજાઓ ભારતના મુસલીમ આકૂમણમાં ભાગ લીધો અને ઈ.સ.૧૯૯૩ મા મરાયા એ
પછી ઈડર હાથીયોલ નામાના કોળીઓના હાથમા પડયું જેના પછી એનો પુત્ર સોમાલીયા ગાદી
એ આવ્યો આ સોમાલીયાએ રાઠોડ કુવર સોમસંગજીને મારી નાંખ્યો આ વંશે કેટલીક પેઢીઓ
સુધી રાજ કયું ઈડરના બેનમુન ગઢનો આજે પણ લોકો વાતવતમા ઉલ્લેખ કરે છે.
પુર્વ ઈડર સ્ટેટની આ રાજધાની હતી. ઈલ્વદુગ તરીકે ઓળખાતો હતો. અહીના પત્થરો
રપ૦૦ વર્ષ પુરાણો હોવાનું લોકવાયકા છે. ફલોરાઈડના કારણે ગઢ ઉપરના પથ્થરો
કાળમીઢ જેવા અને ગ્રેનાઈટ જેવા છે. ગઢ ઉપર આવેલુ ભોળનાથ મંદિર પ૦૦ વર્ષ
પુરાણું હોવાનું મનાય છે.

15 April 2012

"લિયોનાર્દો દ વિન્ચી"

વિશ્વના મહાન ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીનો જન્મ તા.૧૫/૦૪/૧૪૫૨ના રોજ ઇટાલીમાં થયો હતો. મશીનગન સબમરીન તેમજ બે માળવાળું વહાણ પણ તેમણે બનાવ્યું હતું. મોનાલીસાના, ચહેરા પરના ભાવ, તેની આંખો આ બધાને કારણે આ ચિત્રનો જાદુ આજેય એવો જ છે. તેઓ ગણિત, ખગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, યંત્રવિદ્યા, ઇજનેરી જેવા ક્ષેત્રોના નિષ્ણાત હતા. તેઓ ધર્મ કે ઇશ્વરમાં માનતા ન હતા. જ્ઞાન અને કલા જ એમના ઇશ્વર. ઇ.સ. ૧૫૧૯માં એમણે નશ્વર દેહ છોડ્યો. રાજા ફ્રાંસિસે કહ્યું હતું કે, 'લિયોનાર્દો જેટલું જ્ઞાન ધરાવનારો અન્ય કોઇ આખી પૃથ્વી પર પાક્યો નથી.'

08 April 2012

"આપણા જીવનની મુખ્ય ત્રણ ભૂલો"

૧. આપણા જીવનમાં સૌથી મોટી ભૂલ તો એ કરીએ છીએ કે આપણાને આપણી ભૂલ દેખાતી નથી.
૨. આપણા જીવનની બીજી ભૂલ એ છે કે ભૂલ સમજ્યા પછી પણ આપણે તેનો સ્વિકાર કરતા નથી.
૩. આપણા જીવનમાં ત્રીજી ભૂલ એ છે કે ભૂલ કબુલ કરવા છતાં એ ભૂલને સુધારી લેવાનો આપણે પ્રયત્ન જ કરતા નથી.

07 April 2012

અવાજની દુનિયા

* ઘોડો ~ હણહણે
* ગધેડું ~ ભૂંકે
* ઊંટ ~ ગાંગરે
* વાઘ ~ ઘૂઘવાટા કરે
* સિંહ ~ ગર્જના કરે
* બકરી ~ બેં બેં કરે
* કૂતરો ~ ભસે
* ગાય ~ ભાંભરે
* ચકલી ~ ચીં ચીં કરે
* મચ્છર ~ ગણગણાટ કરે
* માખી ~ બણબણાટ કરે
* કોયલ ~ કુહુ કુહુ કરે
* કાગડો ~ કાકા કરે
* ઉંદર ~ ચું ચું કરે
* બિલાડી ~ મ્યાંઉ મ્યાંઉ કરે
* બાળક ~ ઉંવા ઉંવા કરે