આજની કવિ ઓળખ "પ્રાચીન
ભકતકવિ દયારામ"
ગુજરાતના પ્રાચીન ભકતકવિ
દયારામનો જન્મ નર્મદા તટે
ચાણોદ ગામે થયો હતો. યુવાન
દયારામને કેશવદાસનો અને
પછી ઈચ્છારામ ભટ્ટજીનો
ભેટો થાય છે ને જુવાનીના
તોફાનમાં ફંગોળાતી તેમની
જીવનનૌકા નર્મદાના
વહેણમાં ભક્તિભરી વહેવા
માંડે છે. એ જમાનામાંય
દયારામે ભારતના તીર્થોની
ત્રણ ત્રણ વખત યાત્રાઓ કરી.
એ અપરિણીત રહ્યા ને પછી
રતનબાઈ નામની વિધવા
સ્ત્રીનો પરિચય થતાં જીવન
પર્યંત તેની ભક્તિભરી સેવા
છોછ વિના લીધી. દરમિયાન
તેમની કાવ્યસરિતા સતત
વહેતી જ રહી ડાકોરથી
દ્વારિકા સુધીના
મંદિરોમાં પોતાના
સુરીલાકંઠે ગાઈને કંઈ
કેટલાં ભક્તહ્વદયોને
ભીંજવ્યા હશે. તે રામસાગર
સાથે ગાતા. તેના કૃષ્ણ
લીલાના પદો અતિ લોકપ્રિય
છે. જેમાં ગોપીહ્વદયના
સુંદરભાવો તેમણે
અભિવ્યક્ત કર્યા છે. જીવનનો
અખૂટ આનંદરસ યુગે યુગે
તેમાંથી ગુજરાતી પ્રજાને
મળી રહે છે. દયારામની
શૃંગારની ભાવના વિશેષ
પ્રબળ છે. તેમણે ૧૩૫ જેટલા
ગ્રંથો લખ્યા છે. મીરા અને
નરસિંહની અધૂરી રહેલી
કૃષ્ણભક્તિ એમની ગરબીઓથી
વધુ ખીલી નીકળી. પોણી
સદીનું આયખું ભોગવીને
દયારામે તા. ૯-૨-૧૮૫૨ના રોજ
પોતાનો નશ્વર દેહ છોડ્યો.
ગોર્વધનરામે તેમને અંજલિ
આપતા લખ્યું : "આપણા આદિ કવિ
(નરસિંહ) અને અંતિમ કવિ
(દયારામ) એ પોતાના યુગોમાં
ભક્તિમાર્ગના જે શિખરો રચી
તેની ઉપર પોતાના સ્થાનકો
રચ્યાં છે તેનાથી અડધી
ઊંચાઈનું શિખર વચ્ચે કોઈ
કવિએ દેખાડ્યું નથી."
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow