:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

29 March 2012

લીમડાના વિવિધભાષી નામો

૧. ગુજરાતી ~ લીમડો
૨. हिन्दी ~ नीम, निम्ब
૩. સંસ્કૃત ~ निम्बः
૪. મરાઠી ~ कडू निम्ब
૫. કર્ણાટકી ~ बंडेबेवु
૬. બંગાળી ~ નિમગાજ, નિમ
૭. તમિલ ~ વેયુમ્ મરમ, બેવુ
૮. કન્નડ તથા તુલૂમાં ~ બેવુ
૯. તેલુગુ ~ વેયા, વેય.
૧૦. તૈલંગી ~ વેપ્પા.
૧૧. ફારસી ~ તેનવ નીમ, નેન બનીમ, દરખતહક.
૧૨. અરબી ~ આઝાદ દરખતે નીમ.
૧૩. ગોમાંતકી ~ બેવારૂકુ.
૧૪. અંગ્રેજી ~ નીમ ટ્રી, ઇંડિયન લીલાક, માર્ગોસા ટ્રી.
૧૫. લેટીન ~ મેલિયા એઝાડિરેક્ટા, એઝાડિરેક્ટા ઇંડિકા.

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

મહાન વિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ ૧૪ માર્ચ, ૧૮૭૯ના રોજ જર્મનીમાં થયો હતો. નોબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની આઈનસ્ટાઈને કરેલી શોધોએ ભૌતિકશાસ્ત્રના મહત્ત્વના સાપેક્ષવાદ સહિતના સિદ્ધાંતોના પાયાના ખ્યાલ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઈન્સ્ટાઈનના પિતા ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. એટોમિક બોમ્બની શોધમાં આઈન્સ્ટાઈનની થિયરીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આઈન્સ્ટાઈને ઝુરિચ ખાતે ફેડરલ પોલિટેકનિક એકેડેમીમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૦૫માં તેમને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ૧૯૦૫ના સમયગાળાને આઈન્સ્ટાઈનના જીવનનું મિરેકલ યર ગણવામાં આવે છે. એ વર્ષે તેમણે પાંચ થિયોરેટિકલ પેપર રજૂ કર્યાં. આ પેપરે આધુનિક ભૌતિકશાસ્ત્રના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ફોટો ઈલેક્ટ્રિક ઈફેક્ટની શોધ માટે તેમને ૧૯૨૧માં નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા હતા. જર્મનીમાં નાઝીવાદી શાસન અને સંશોધન માટે યોગ્ય વાતાવરણ નહીં મળતા તેઓ ઝુરિચ છોડીને અમેરિકા ગયા હતા જ્યાં તેમણે તેમનું સંશોધનકાર્ય આગળ ધપાવ્યું હતું. એટોમિક બોમ્બના ઉપયોગને લઈને તેઓ ભારે ચિંતાતુર રહેતા. સમગ્ર વિશ્વને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાની વિનંતી તેમણે કરી હતી. ન્યુક્લિઅર ટેક્નોલોજીના વિકાસમાં પણ તેઓ સતત સંશોધનરત રહ્યા હતા. આઈન્સ્ટાઈન ૧૯૫૫માં પ્રિન્સટન ખાતે મૃત્યુ પામ્યા હતા.

27 March 2012

કેટલીક વાસ્તવિકતા

* ખુબ જ સારો દિવસ ~> આજનો દિવસ
* મોટામાં મોટી સગવડ ~> સારી રીતે કાર્ય કરવું
* દુ:ખ પૂરુ ન સ્વીકારી શકાય ~> હાર
* ખરાબ લાગણી ~> સફળતાની ઈર્ષા
* શ્રેષ્ઠ જ્ઞાન ~> અનુભવ
* મહાન લાગણી ~> પ્રેમ
* ઉમદા ભેટ ~> માફી આપવી
* મહાન પળ ~> મૃત્યુ
* મહાન સફળતા ~> મનની શાંતિ
* મહાન જરૂરિયાત ~> સામાન્ય બુદ્ધિ
* મહાન ભૂલ ~> ત્યજી દેવું
* સરળ વસ્તુ ~> ખામી શોધવી
* બિનજરૂરી મિલકત ~> અભિમાન
* કરવા માટે અઘરી વસ્તુ ~> શરૂઆત
* મોટી અપંગતા ~> ભય

22 March 2012

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો

નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો "કેમ છો?" એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

~: કવિ પરીચય :~

~: કવિ પરીચય :~

આજની કવિ ઓળખ "પ્રાચીન
ભકતકવિ દયારામ"

ગુજરાતના પ્રાચીન ભકતકવિ
દયારામનો જન્મ નર્મદા તટે
ચાણોદ ગામે થયો હતો. યુવાન
દયારામને કેશવદાસનો અને
પછી ઈચ્છારામ ભટ્ટજીનો
ભેટો થાય છે ને જુવાનીના
તોફાનમાં ફંગોળાતી તેમની
જીવનનૌકા નર્મદાના
વહેણમાં ભક્તિભરી વહેવા
માંડે છે. એ જમાનામાંય
દયારામે ભારતના તીર્થોની
ત્રણ ત્રણ વખત યાત્રાઓ કરી.
એ અપરિણીત રહ્યા ને પછી
રતનબાઈ નામની વિધવા
સ્ત્રીનો પરિચય થતાં જીવન
પર્યંત તેની ભક્તિભરી સેવા
છોછ વિના લીધી. દરમિયાન
તેમની કાવ્યસરિતા સતત
વહેતી જ રહી ડાકોરથી
દ્વારિકા સુધીના
મંદિરોમાં પોતાના
સુરીલાકંઠે ગાઈને કંઈ
કેટલાં ભક્તહ્વદયોને
ભીંજવ્યા હશે. તે રામસાગર
સાથે ગાતા. તેના કૃષ્ણ
લીલાના પદો અતિ લોકપ્રિય
છે. જેમાં ગોપીહ્વદયના
સુંદરભાવો તેમણે
અભિવ્યક્ત કર્યા છે. જીવનનો
અખૂટ આનંદરસ યુગે યુગે
તેમાંથી ગુજરાતી પ્રજાને
મળી રહે છે. દયારામની
શૃંગારની ભાવના વિશેષ
પ્રબળ છે. તેમણે ૧૩૫ જેટલા
ગ્રંથો લખ્યા છે. મીરા અને
નરસિંહની અધૂરી રહેલી
કૃષ્ણભક્તિ એમની ગરબીઓથી
વધુ ખીલી નીકળી. પોણી
સદીનું આયખું ભોગવીને
દયારામે તા. ૯-૨-૧૮૫૨ના રોજ
પોતાનો નશ્વર દેહ છોડ્યો.
ગોર્વધનરામે તેમને અંજલિ
આપતા લખ્યું : "આપણા આદિ કવિ
(નરસિંહ) અને અંતિમ કવિ
(દયારામ) એ પોતાના યુગોમાં
ભક્તિમાર્ગના જે શિખરો રચી
તેની ઉપર પોતાના સ્થાનકો
રચ્યાં છે તેનાથી અડધી
ઊંચાઈનું શિખર વચ્ચે કોઈ
કવિએ દેખાડ્યું નથી."

08 March 2012

" ભારતના વડાપ્રધાનો "

૧). જવાહરલાલ નહેરુ - ૧૫ઑગષ્ટ ૧૯૪૭ થી ૨૭મે ૧૯૬૪સુધી 
૨). ગુલઝારીલાલ નંદા - ૨૭મે ૧૯૬૪ થી ૯જૂન ૧૯૬૪સુધી 
૩). લાલબહાદુર શાસ્ત્રી - ૯જૂન થી ૧૧જાન્યુઆરી ૧૯૬૬સુધી 
૪). ગુલઝારીલાલ નંદા - ૧૧જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪જાન્યુઆરી ૧૯૬૬સુધી 
૫). ઇન્દિરા ગાંધી - ૨૪જાન્યુઆરી ૧૯૬૬ થી ૨૪માર્ચ ૧૯૭૭સુધી 
૬). મોરારજી દેસાઇ - ૨૪માર્ચ૧૯૭૭ થી ૨૮જુલાઇ ૧૯૭૯સુધી 
૭). ચરણ સિંહ - ૨૮જુલાઇ ૧૯૭૯ થી ૧૪જાન્યુઆરી ૧૯૮૦સુધી 
૮). ઇન્દિરા ગાંધી - ૧૪જાન્યુઆરી ૧૯૮૦ થી ૩૧ઑક્ટોબર ૧૯૮૪સુધી 
૯). રાજીવ ગાંધી - ૩૧ઑક્ટોબર ૧૯૮૪ થી ૨ડીસેમ્બર ૧૯૮૯સુધી 
૧૦). વિશ્વનાથ પ્રતાયસિંહ - ૨ડીસેમ્બર ૧૯૮૯ થી ૧૦ડીસેમ્બર ૧૯૯૦સુધી 
૧૧). ચંદ્રશેખર - ૧૦ડીસેમ્બર ૧૯૯૦ થી ૨૧જૂન ૧૯૯૧સુધી 
૧૨). પી.વી.નરસિંહરાવ - ૨૧જૂન ૧૯૯૧ થી ૧૬મે ૧૯૯૬સુધી 
૧૩). અટલ બિહારી બાજપાય - ૧૬મે ૧૯૯૬ થી ૧જૂન ૧૯૯૬સુધી 
૧૪). એચ.ડી.દેવગૌડા - ૧જૂન ૧૯૯૬ થી ૨૧એપ્રિલ ૧૯૯૭સુધી 
૧૫). ઇન્દ્રકુમાર ગુજરાલ - ૨૧એપ્રિલ ૧૯૯૭ થી ૧૯માર્ચ ૧૯૯૮સુધી 
૧૬). અટલ બિહારી બાજપાય - ૧૯માર્ચ ૧૯૯૮ થી ૨૨મે ૨૦૦૪સુધી 
૧૭). ડૉ.મનમોહન સિંહ - ૨૨મે ૨૦૦૪ થી ૧૮મે ૨૦૦૯સુધી 
૧૮). ડૉ.મનમોહન સિંહ - ૨૧મે ૨૦૦૯ થી મે ૨૦૧૪.... 
૧૯). નરેન્દ્ર મોદી - ૨૬મે ૨૦૧૪ થી...... . . . .

04 March 2012

રોમન અંકો

1 - I
2 - II
3 - III
4 - IV
5 - V
6 - VI
7 - VII
8 - VIII
9 - IX
10 - X
20 - XX
30 - XXX
40 - XL
50 - L
60 - LX
70 - LXX
80 - LXXX
90 - XC
100 - C
200 - CC
300 - CCC
400 - CD
500 - D
600 - DC
700 - DCC
800 - DCCC
900 - CM
1000 - M

૪૭આંકડા સુધીનું સંખ્યાજ્ઞાન

૧).૧-એકમ
૨).૧૦-દશક
૩).૧૦૦-સો
૪).૧૦૦૦-હજાર
૫).૧૦૦૦૦-દસ હજાર
૬).૧૦૦૦૦૦-લાખ
૭).૧૦૦૦૦૦૦-દસ લાખ
૮).૧૦૦૦૦૦૦૦-કરોડ
૯).૧૦૦૦૦૦૦૦૦-દસ કરોડ
૧૦).૧૦૦૦૦૦૦૦૦૦-અબજ
૧૧).૧૦૦૦૦૦૦૦૦૦૦-દસ અબજ
૧૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦-ખર્વ
૧૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નિખર્વ
૧૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મહાપદ્યા
૧૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંકુ
૧૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-જલદી
૧૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અંત
૧૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મધ્ય
૧૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરાર્ધ
૨૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંખ
૨૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ શંખ
૨૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રતન
૨૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રતન
૨૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખંડ
૨૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખંડ
૨૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-સુઘર
૨૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ સુઘર
૨૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મન
૨૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ મન
૩૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-વજી
૩૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ વજી
૩૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રોક
૩૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રોક
૩૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અસંખ્ય
૩૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ અસંખ્ય
૩૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નીલ
૩૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ નીલ
૩૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પારમ
૩૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પારમ
૪૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દેગા
૪૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ દેગા
૪૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખીર
૪૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખીર
૪૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરબ
૪૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પરબ
૪૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-બલમ
૪૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ બલમ

હેં... . આવું પણ હોય !

:~> દુનિયાનું સૌથી નાનું કદ ધરાવતું કૂતરું દિવાસળીના બોકસ જેવડું જ હોય છે.
:~> સૌથી મોટામાં મોટો માળો બનાવનાર પક્ષી ગરુડ છે.
:~> મૃત સમુદ્રના પાણીમાં મીઠાનું સ્તર હોય છે, તેથી તરતાં ન આવડતું હોય તેવી વ્યક્તિ પણ સહેલાઇથી તરી શકે છે.
:~> રણમાં ઊગતો થોરનો છોડ લગભગ ૩ફૂટ જેટલો જ ઊંચો હોય છે, પરંતુ તેના મૂળીયા રણમાં લગભગ ૧૦ફૂટ સુધી વિસ્તરેલાં હોય છે.
:~> એશિયા ખંડમાં જોવા મળતી ફ્રોગફિશ દિવસો સુધી સમુદ્રની બહાર જીવતી રહી શકે છે.

03 March 2012

આચરણ

~> પૃથ્વી જેવી ઉદારતા રાખો.
~> આકાશ જેવી વિશાળતા રાખો.
~> પાણી જેવી પવિત્રતા રાખો.
~> પ્રકાશ જેવી ઉજ્જ્વહળતા રાખો.
~> ફૂલ જેવી કોમળતા રાખો.
~> બાળક જેવી સહનશીલતા રાખો.
~> સિંહ જેવી શુરવીરતા રાખો.
~> કુતરા જેવી વફાદારી રાખો.
~> ઘોડા જેવી સમજદારી રાખો.

કૌરવોના નામ

૧ દુર્યોધન,
૨ દુઃશાસન,
૩ દુઃસહ,
૪ દુઃશલ,
૫ યુયુત્સુ,
૬ જલસંધ,
૭ સમ,
૮ કર્ણ,
૯ સહ,
૧૦ વિંદ,
૧૧ અનુવિંદ,
૧૨ દુઘર્ષિ,
૧૩ સુબાહુ,
૧૪ દુષ્યઘર્ષણ,
૧૫ દુમુર્ષણ,
૧૬ દુર્મુખ,
૧૭ દુષ્કર્ણ,
૧૮ વિવંશતિ,
૧૯ વિકર્ણ,
૨૦ શલ,
૨૧ સત્વ,
૨૨ સુલોચન,
૨૩ ચિત્ર,
૨૪ ઉપચિત્ર,
૨૫ ચિત્રાક્ષ,
૨૬ ચારુમિત્ર,
૨૭ શરાશવ,
૨૮ દુર્મદ,
૨૯ દુર્વિગ્રહ,
૩૦ વિવિત્સુ,
૩૧ વિક્ટોનન,
૩૨ સુનભ,
૩૩ ઊર્ણનભ,
૩૪ નંદ,
૩૫ ઉપનંદ,
૩૬ ચિત્રભાણ,
૩૭ ચિત્રવર્મા,
૩૮ સુવર્મા,
૩૯ દુર્વિમોચન,
૪૦ અષોબાહું,
૪૧ મહાબાહું,
૪૨ ચિત્રાંગ,
૪૩ ચિત્રકુંડળ,
૪૪ ભીમવેગ,
૪૫ ભીમબલ,
૪૬ બલાકી,
૪૭ બલવર્ધન,
૪૮ ઉગ્રયુધ્ધ,
૪૯ સુર્ષણ,
૫૦ મહોદર,
૫૧ કુંડધાર,
૫૨ ચિત્રાયુધ્ધ,
૫૩ નિષંયી,
૫૪ યાશી,
૫૫ વૃંદારક,
૫૬ દ્રઢક્ષત્ર,
૫૭ દ્રઢવર્મા,
૫૮ સોમકીર્તિ,
૫૯ અનુદર,
૬૦ દ્રઢસંધ,
૬૧ જરાસંઘ,
૬૨ સત્યસંઘ,
૬૩ સદંસુવાસ,
૬૪ ઉગ્રશ્રવા,
૬૫ ઉગ્રસેન,
૬૬ સેનાની,
૬૭ દુષ્યરાજ્ય,
૬૮ અપરાજિત,
૬૯ કુંડશાયી,
૭૦ વિશાલાક્ષી,
૭૧ દુરાધર,
૭૨ દ્રઢહસ્ત,
૭૩ સુહુસ્ત,
૭૪ વાયવિગ,
૭૫ સર્વચર્યા,
૭૬ અધિવિકેતુ,
૭૭ વ્યુઢોર,
૭૮ વહવાથી,
૭૯ નાગદત્ત,
૮૦ અગ્રયાશી,
૮૧ ધનુર્ધર,
૮૨ ઉગ્ર,
૮૩ ભીમરથ,
૮૪ અભય,
૮૫ કવશી,
૮૬ વીરબાહુ,
૮૭ અલોલુપ,
૮૮ રોદ્રકર્મા,
૮૯ વિરાવા,
૯૦ કથન,
૯૧ દ્રઢસ્થાશ્રય,
૯૨ અનાર્ધૃત,
૯૩ કુંડભેદી,
૯૪ દ્રમક્ષ,
૯૫ કુંડી,
૯૬ દીર્ધલોચન,
૯૭ પ્રમાક્ષ,
૯૮ દીર્ધરોમા,
૯૯ દીર્ધબાહુ,
૧૦૦ મહાબાહુ .

પુખ્તવયના મનુષ્યના શરીરમાં.... . . .

~> ત્રણ ઇંચ લાંબો ખીલો બની શકે એટલું લોખંડ હોય છે.
~> એક કૂતરાના શરીર પર ચોંટેલી બધી જીવાતને મારી શકે એટલો સલ્ફર હોય છે.
~> ૭૦૦ પેન્સિલો બનાવી શકાય તેટલો કાર્બન હોય છે.
~> રમકડાંની તોપ ફોડી શકાય એટલું પોટેશિયમ હોય છે.
~> સાબુના સાત લાટા બનાવી શકાય એટલો ચરબી હોય છે.
~> દિવાસળીના ૨૨૦૦ ટોપકા બનાવી શકાય એટલો ફોસ્ફરસ હોય છે.
~> દસ ગેલનનો ટાંકો ભરી શકાય એટલું પાણી હોય છે.