રાજ્યભરના અરજદારોને અગાઉ અલગ અલગ કચેરીના ધક્કામાંથી મુક્તિ આપવા શરૂ કરવામાં આવેલા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો પણ હવે ફરીથી ધક્કા જેવો સાબિત થઈ ગયો છે. ક્રિમિલિયરનો દાખલો, આવકનો દાખલ અને ડોમેસાઈન સર્ટિ. સહિત દાખલા માટે એટીવીટી સેન્ટરો પર સવારથી જ લાઈન લાગી જાય છે. આમ છતાં સંખ્યાબંધ અરજદારો કામ પતાવ્યા વિના પરત જાય છે.
આ સમસ્યાને લઈ રાજ્ય સરકારે 1લી એપ્રિલથી એટીવીટીના દાખલા સહિત 33 સેવાને ઓનલાઈન કરી દીધી છે. પરંતુ ડિજીટલ ગુજરાત હેઠળની આ સેવાને ઓનલાઈન કર્યા બાદ તેનો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે. તાલુકામાં ગણ્યાગાંઠ્યા અરજદારોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરજદારોને લાઈનમાં ઉભા રહેવું નથી પરંતુ આજે પણ અનેક અરજદારોને આ બાબતની જાણ નથી, કેમ કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક પોસ્ટરો છપાવ્યા બાદ કોઈ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા નથી. જે લોકો જાણે છે તેમને ઓનલાઈનમાં કેટલીક મુશ્કેલી પડતી હોવાથી રજિસ્ટ્રેશન કરાવ્યા નથી એટલે કે સુવિધા છતાં એટીવીટી સેન્ટરો પર વારંવાર લાઈનો રોજરોજ જોવા મળે છે.
આ તમામ કામો હવે ઓનલાઈન થઇ શકશે
રેશનકાર્ડ સંબંધી, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, ડોમિલાઈન સર્ટિફિકેટ, લઘુમતિ સર્ટિફિકેટ, વિધવાનું સર્ટિફિકેટ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિનંલ પ્રમાણપત્ર, ઈબીસી સર્ટિફિકેટ, આવકનો દાખલો, ખેડૂતનો દાખલો, વારસાઈનું પ્રમાણપત્ર, હથિયાર લાયસન્સ રિન્યુ.
આ રીતે ઓનલાઈન દાખલા મેળવી શકાય
- સૌ પ્રથમ www.digitalgujarat.gov.in પર જવું.
- આધાર નંબર નાંખી રજિસ્ટર કરવું.
- મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી કન્ફર્મ કરવો, ત્યારબાદ એક જ પેજ ખુલતા તેમાં વિગતો ભરવી.
- પ્રોફાઈલ બની ગયા બાદ My Profile પર જવું, જેમાં ફોટો રેશનકાર્ડ અને ચૂંટણી કાર્ડ, બેંક ખાતાની વિગતો ભરવી.
- પ્રોફાઈલ અપડેટ થયા બાદ ફક્ત એકવાર જરૂરી કાગળોને એટીવીટીમાં વેરિફિકેશન કરાવવું.
- આ સમગ્ર પ્રક્રિયા થઈ ગયા બાદ કોઈપણ દાખલા માટે અરજી કરી શકાશે.
- અરજી કર્યા બાદ જે તે દાખલાની નકલ ઈ-મેઈલ અથવા નકલ સ્વરૂપે ઘરબેઠા મળશે.
info by vtv news