:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

12 September 2016

રાજ્ય સરકારે 33 સેવાઓ કરી ઓનલાઈન, હવે ઘરે બેઠા કઢાવો રેશનકાર્ડ અને આવકના દાખલા જેવી સુવિધાઓ


રાજ્યભરના અરજદારોને અગાઉ અલગ અલગ કચેરીના ધક્કામાંથી મુક્તિ આપવા શરૂ કરવામાં આવેલા આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો પણ હવે ફરીથી ધક્કા જેવો સાબિત થઈ ગયો છે. ક્રિમિલિયરનો દાખલો, આવકનો દાખલ અને ડોમેસાઈન સર્ટિ. સહિત દાખલા માટે એટીવીટી સેન્ટરો પર સવારથી જ લાઈન લાગી જાય છે. આમ છતાં સંખ્યાબંધ અરજદારો કામ પતાવ્યા વિના પરત જાય છે.

આ સમસ્યાને લઈ રાજ્ય સરકારે 1લી એપ્રિલથી એટીવીટીના દાખલા સહિત 33 સેવાને ઓનલાઈન કરી દીધી છે. પરંતુ ડિજીટલ ગુજરાત હેઠળની આ સેવાને ઓનલાઈન કર્યા બાદ તેનો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે. તાલુકામાં ગણ્યાગાંઠ્યા અરજદારોએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરજદારોને લાઈનમાં ઉભા રહેવું નથી પરંતુ આજે પણ અનેક અરજદારોને આ બાબતની જાણ નથી, કેમ કે વહીવટીતંત્ર દ્વારા કેટલાક પોસ્ટરો છપાવ્યા બાદ કોઈ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા નથી. જે લોકો જાણે છે તેમને ઓનલાઈનમાં કેટલીક મુશ્કેલી પડતી હોવાથી રજિસ્ટ્રેશન કરાવ્યા નથી એટલે કે સુવિધા છતાં એટીવીટી સેન્ટરો પર વારંવાર લાઈનો રોજરોજ જોવા મળે છે.

આ તમામ કામો હવે ઓનલાઈન થઇ શકશે

રેશનકાર્ડ સંબંધી, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, ડોમિલાઈન સર્ટિફિકેટ, લઘુમતિ સર્ટિફિકેટ, વિધવાનું સર્ટિફિકેટ, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિનંલ પ્રમાણપત્ર, ઈબીસી સર્ટિફિકેટ, આવકનો દાખલો, ખેડૂતનો દાખલો, વારસાઈનું પ્રમાણપત્ર, હથિયાર લાયસન્સ રિન્યુ.

આ રીતે ઓનલાઈન દાખલા મેળવી શકાય
- સૌ પ્રથમ www.digitalgujarat.gov.in પર જવું.
- આધાર નંબર નાંખી રજિસ્ટર કરવું.
- મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી કન્ફર્મ કરવો, ત્યારબાદ એક જ પેજ ખુલતા તેમાં વિગતો ભરવી.
- પ્રોફાઈલ બની ગયા બાદ My Profile પર જવું, જેમાં ફોટો રેશનકાર્ડ અને ચૂંટણી કાર્ડ, બેંક ખાતાની વિગતો ભરવી.
- પ્રોફાઈલ અપડેટ થયા બાદ ફક્ત એકવાર જરૂરી કાગળોને એટીવીટીમાં વેરિફિકેશન કરાવવું.
- આ સમગ્ર પ્રક્રિયા થઈ ગયા બાદ કોઈપણ દાખલા માટે અરજી કરી શકાશે.
- અરજી કર્યા બાદ જે તે દાખલાની નકલ ઈ-મેઈલ અથવા નકલ સ્વરૂપે ઘરબેઠા મળશે.
info by vtv news

No comments:

Post a Comment

Ⓣⓗⓐⓝⓚⓢ