તમારું આધાર કાર્ડ- પાન કાર્ડ સાથે લિંક નથી થયું, તો ગભરાશો નહીં, માત્ર એક SMSથી કરો લિંક, જાણો
1 જુલાઈ પહેલા તમારા આધાર નંબરને તમારા પાન નંબર સાથે લિંક કરવા માટે સૌ કોઈ મુશ્કેલીમાં છે. જો કે, તમે 1 જુલાઈ પહેલા તમારા આધાર નંબરને પેનની સાથે લિંક ન કરી શક્યા તો તમારો પાન નંબર ઈનવેલિડ થઈ જશે. 1 જુલાઈ 2017 પછી આધાર અને પાનને લિંક કરવું અનિવાર્ય થઈ ગયું છે અને તેના પછી સરકાર કોઈ તારીખ જાહેર કરશે નહીં, જેના પછી આધાર લાખે લિંક ન થયેલા પાન નંબરો અમાન્ય થઈ જશે. એવામાં અમે તમને એક રસ્તો બતાવી રહ્યા છે જેના મારફતે તમે તમારા પાન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તો જાણો કેવી રીતે કરશો એક એસએમએસથી તમારા પાનને આધાર કાર્ડ સાથે લિંક...
- SMS મારફતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટે 2 નંબર જાહેર કર્યા છે.. જે નીચે મુજબ છે.. 567678 અને 56161..
સૌથી પહેલા તમારા ફોનમાં મેસેજમાં જઈને UIDPAN લખી એક સ્પેસ છોડી ત્યારબાદ તમારો આધાર નંબર ત્યારબાદ ફરી સ્પેસ અને ત્યારબાદ તમારો પાન નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ અમે તમને ઉપર બતાવેલા 2 નંબરોમાંથી કોઈ એક નંબર પર સેન્ડ કરવાના રહેશે. ધ્યાન રાખો તમે જે પહેલા 12 ડિજિટ નંબર ટાઈમ કરશો તે તમારા આધાર નંબરના રહેશે, અને બાદમાં તમારા પાન કાર્ડના નંબરો ટાઈમ કરવાના રહેશે.
જો તમારા નામના સ્પેલિંગ પાન કાર્ડ કે આધાર કાર્ડમાં અલગ અલગ છે તો તેના માટે એક કન્ફર્મેશન માટે તમારી પાસે એક SMS મારફતે એક આધાર OTP આવશે..
પરંતુ જો તમારી જન્મ તારીખ કે જેન્ડર ખોટા હશે તો તેના માટે તમારે નેશનલ સિક્યોરિટી ડિપૉસિટરી લિમિટેડની વેબસાઈટ (પાન કાર્ડ માટે) અને UIDAI પોર્ટલ (આધાર કાર્ડ માટે) પર જઈને તમે સુધારી શકો છો.