જીએસટી સમગ્ર દેશમાં અને દરેક પ્રોડકટમાં લાગુ થઈ ચુકયો છે. પરતું દુકાનદાર જીએસટી વસુલી શકતા નથી. ગુડસ એન્ડ સર્વિસ ટેકસને લઈને માર્કેટમાં હાલ પણ કન્ફ્યુઝન યથાવત છે. કયાંક એવું તો નથી બનતુંને કે દુકાનદાર તમારી પાસેથી ખોટા જીએસટીની વસુલાત કરી રહ્યાં હોય. અમે તમને બતાવી રહ્યાં છે કે નકલી જીએસટી બિલને કઈ રીતે પકડવું છે અને આ પ્રકારના કામ કરનારને કઈ રીતે પકડવાના છે. તમે તમારા મોબાઈલથી આ કામ કરી શકો છો.
તમારે કરવાના રહેશે આ બે કામ
જો તમારી પાસેથી કોઈ જીએસટીની વસુલાત કરી રહ્યું હોય તો તેની પાસેથી તમારે બિલ લેવું જોઈએ. આ બિલ પર જીએસટી ટીન (GSTIN) પણ આપેલો હોય છે. આ નંબરથી તમે ઓળખ કરી શકો છો કે દુકાન કે હોટલમાંથી તમને જે બિલ મળ્યું છે તે રજિસ્ટર્ડ છે કે નહિ. તેને તમે જીએસટીની વેબસાઈટ પર ચેક કરી શકો છો. તેની લિન્ક છે...
અહીં તમારે બિલ પર લખેલો 15 આંકડાનો જીએસટીન નંબર નાંખીને સર્ચ કરવાનું રહેશે. આ દુકાનદારની ડિટેલ તમારી સામે આવી જશે. જીએસટીએન 15 આંકડાનો નંબર હોય છે, જે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક દુકાનદારને આપવામાં આવે છે. તેમાં અંક અને અંગ્રેજીના અક્ષર હોય છે. તેની પહેલા બે રાજયોનો કોડ હોય છે. આગળના 10 નંબર તે દુકાનદાર કે કંપનીનો પાન નંબર હોય છે. તેમાં લખવામાં આવેલા 13 નંબરથી એ ખ્યાલ આવે છે કે આ દુકાન કે હોટલે કેટલા રજિસ્ટ્રેશન કરાવ્યા છે. માની લો કે કોઈ દુકાનદારે કોઈ રાજયમાં અલગ-અલગ બિઝનેસ માટે એક જ પાન નંબર પર 5 રજિસ્ટ્રેશન કરાવ્યા છે તો 13મો નંબર 5 હશે. 14મો નંબર હમેશા Z હોય છે. જો કંપનીના રજિસ્ટ્રેશનની ગણતરી બે આંકડાઓને પાર કરે છે તો Zની જગ્યાએ તે ગણતરી આવી જાય છે. 15મો નંબર ચેક કોડ હોય છે. જે ખામીઓ પકડવા માટે યુઝ થાય છે.
ચેક કરો સાચો જીએસટી રેટ
આમ તો તમને રોજિંદિ ચીજો પર લાગતા જીએસટી રેટની જાણકારી હોવી જોઈએ. પરતું તમને નથી તો તમે તેની માહિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમની વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. લિન્ક છે- https://cbec-gst.gov.in/gst-goods-services-rates.html
ગરબડની ફરિયાદ અહીં કરો
જો દુકાનદાર તમારી પાસેથી ખોટા રેટ પર જીએસટી વસુલી રહ્યાં છે અથવા તો વગર રજિસ્ટ્રેશન કરાવ્યે ટેકસ વસુલી રહ્યાં છે તો, તમે તેની ફરીયાદ કરી શકો છો. ઈમેલ-helpdesk@gst.gov.in.
Sir,
ReplyDeletePlease add post about https://www.gstsearch.in good for validating gst
Thank You