પાસપોર્ટ બનાવનાર માટે અચ્છે દિન આવી ગયા છે. તમારે પાસપોર્ટ બનાવવા માટે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી. હવે તમે માત્ર 7 દિવસમાં તમારો પાસપોર્ટ બનાવી શકો છો. તેના માટે તમારે માત્ર 3 જ પુરાવા આપવાના રહેશે. જેમાં આધાર કાર્ડ, વોટર આઇડી અને પાનકાર્ડ માન્ય ગણવામાં આવશે. આ સાથે જ તમારા વિરૂદ્ધ કોઇ ક્રિમિનલ કેસ નથી એવું સોગંદનામું આપવું પડશે.
આ સોગંદનામું ત્રણ પુરાવાની સાથે આપવું રહેશે. જે પછી પાસપોર્ટ ફકત સાત દિવસમાં ઇશ્યૂ કરી દેવામાં આવશે. થોડા અઠવાડિયા પહેલાં વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ બાબતે ટ્વિટ પણ કર્યુ હતું.
દેશમાં વર્ષ 2014માં 98 લાખ 80 હજાર પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા. આ પછી 2015 સુધી દેશમાં 6 કરોડ 33 લાખ લોકો પાસે પાસપોર્ટ હતો. દેશમાં 37 પાસપોર્ટ સેવા કેન્દ્ર છે જ્યાં પાસપોર્ટ બનાવવામાં આવે છે. પાસપોર્ટ સેવાથી સરકારને વાર્ષિક 2 હજાર કરોડથી વધુની આવક થાય છે.
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow