TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
સસ્તો હોય કે મોંઘો પણ દરેક વ્યક્તિ માટે પોતાનો મોબાઇલ ફોન ખાસ મહત્વ
ધરાવતો હોય છે. જયારે કોઇ વ્યક્તિનો મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તેને ઘણી જ
મુશ્કેલીઓ પડતી હોય છે. જે કદાચ મોબાઇલની કિંમત કરતાં ભારે પડી જાય છે.
પરંતુ ગભરાશો નહીં, આનાથી છુટકારો મેળવી શકાય છે. જો તમારો મોબાઇલ ચોરી
થઇ જાય કે ગુમ થઇ જાય તો કેટલીક ટ્રિક્સ છે જે તમને ગુમ થયેલો મોબાઇલ
શોધવામાં મદદ કરશે.
ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય
1- આઇએમઇઆઇ
દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *# ડાયલ
કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા
કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ. જેથી ભવિષ્યમાં જો કોઇ મોબાઇલ
ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ
ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી કાઢિને
ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.
2- અવાસ્ત મોબાઇલ સિક્યોરિટી
અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇ ગયેલા મોબાઇલને ટ્રેક કરી
શકાય છે. આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આનાથી તમે પોતાનો
મોબાઇલ ટ્રેક કરવાની સાથે સાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ
મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને
તમે તેનું લોકેશન જાણી શકો છો.
3- મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર
મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર પણ એક આવી જ એપ્લિકેશન છે જેની મદદથી ગુમ કે
ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ
બીજાનું સિમ હોવાની માહિતી મળે છે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના
માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ
એસએમએસથી મોકલી દેશે.
4- થીફ ટ્રેકર
થીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી
વ્યક્તિ અંગે પૂરી જાણકારી આપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર
માટે પણ મુશ્કેલ થઇ જશે. અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી
શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છે કે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને
સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે.
5- સ્માર્ટ લુક
સ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગ થીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના
ફોનને ચોરનાર વ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી
તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી
શકશો.
6- એન્ટી થેફટ એલાર્મ
એન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ
એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર
બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશે તો તમારા મોબાઇલનું એલાર્મ
જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન
કરી રહ્યું છે.
7- કેસ્પર સ્કાઇ
કેસ્પર સ્કાઇ મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન પણ અવાસ્તની જેમ ડાઉનલોડ કરી
શકાય છે. જેનાથી વણજોઇતા મોબાઇલ એસએમએસ અને ટેક્સ ફિલ્ટર કરી શકાય છે.
જેમાં સ્કેનર પણ છે, જે કોઇપણ મોબાઇલ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતાં પહેલા
તમને સૂચિત કરે છે.
8. લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ
લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટીવાયરસ ફ્રી એપ્લિકેશન છે. જેમાં ચોરી કે
ખોવાઇ ગયેલો મોબાઇલ ગૂગલ મેપની મદદથી તેના લોકેશનને શોધી શકે છે. જો ફોન
સ્વિચ ઓફ કરવામાં આવ્યો હોય તો આ એપ્લિકેશન ફોનનું છેલ્લું લોકેશન પણ
બતાવે છે. આ ડિવાઇસ તમને ફોન શોધવામાં મદદ કરી શકે છે.
9- ટ્રેન્ડ માઇક્રો
ટ્રેન્ડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ બેસ્ટ સેલિંગ
એપ્લિકેશનમાંની એક છે. જેના પ્રાઇવસી સ્કેનરની મદદથી ચોરોને દૂર રાખી
શકાય છે. જો બાળકો જરૂરી ચીજો ડિલિવ કરી નાંખે છે તો કિડ્સ ફીચરની મદદથી
પોતાના ફોનની કેટલીક ચીજો બ્લોક કરી શકાય છે.
10- પ્લાન બી લુકઆઉટ મોબાઇલ સિક્યુરિટી
પ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલો કે ચોરી થઇ
ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન
જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી
પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપને મેલ દ્ધારા આ
વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન
કયું હતું.
~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
03 May 2015
ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow