રાંધણ ગેસ ના ગ્રાહકોને સબસીડીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે બેંક
ખાતાને લિંક અપ કરાવવા માટે 31 માર્ચ 2015 સુધીનો સમય આપ્યો
છે.જાન્યુઆરીથી સબસીડી સીધી બેંક ખાતામાં જમા થવાની શરુ થઈ જશે.
પરંતુ જે ગ્રાહકોએ પોતાનું બેંક એકાઉન્ટને આધાર સાથે લિંકઅપ કરાવ્યું નથી
તેને સરકારે થોડો સમય આપ્યો છે. જો તમે તમારા ગેસ કનેક્શને બેંક ખાતા
સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આવતા ત્રણ મહિના
એટલે કે 31 માર્ચ સુધી તમે કનેક્શન બેંક ખાતા સેથે લિંક કરાવી શકો છો.
ત્યાં સુધી તમને સબસિડી રેટ પર એટલે કે 417 રૂપિયા (રાજ્યવાર ભાગ અલગ હોઈ
શકે છે.) સિલિન્ડર મળતું રહેશે. જ્યારે જે ગ્રાહકોએ ખાતુ લિંક કરાવી
દીધું છે તેમને ગેસની સબસિડી સીધી ખાતામાં મળશે.
કેવી રીતે મળશે લાભ
એવા ગ્રાહકો જેમની પાસે આધાર કાર્ડ નથી, તેઓ પોતાના એકાઉન્ટ નંબરના
માધ્યમથી ફોર્મ ત્રણ ભરીને બેંકમાં જમા કરાવી શકે છે. તેની સાથે બ્લુ
બુકની ફોટો કોપી આપવાની હોય છે. જે ગ્રાહકો બેંક જવા નથી માંગતા, તેઓ
ફોર્મ ચાર ભરીને પોતાની ગેસ એજન્સીને જમા કરાવી શકે છે. તેની સાથે ગ્રાહક
બેંક પાસબુકની ફોટો કોપી અથવા બેંકનો કેંસલ ચેક આપી શકે છે. તેમાં 17
આંકડાનો એલપીજી આઇડી આપવો જરૂરી છે.
આવી રીતે કરાવો આધાર કાર્ડ લિંક
સ્ટેપ-1
સૌથી પહેલા
ONLINE આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે લિંક કરવા અહીં ક્લિક કરો.
https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSplash.aspx
આ વેબસાઇ પર ક્લિક કરો . ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ આધાર કાર્ડની
વેબસાઇટ ખુલી જશે. તેમાં એક સ્ટાર્ટ નાઉનું બટન હશે. તેના પર ક્લિક
કરવાથી એક અન્ય પેજ ખુલી જશે.
સ્ટેપ-2
આ પેજ પર તમારી સમક્ષ તમારી વિગતો માગવામાં આવશે. તેમાં ત્રણ ઓપ્શન હશે.
પ્રથમ ક્યા રાજ્યના અને ક્યા શહેરના વતની છો. ત્યાર બાદ શું તમે લાભ માટે
તમે આધાર કાર્ડ લિંક કરાવી રહ્યા છો. તેમાં એક જ ઓપ્શન આવશે LPG. ત્યાર
બાદ તેમાં કંપનીનું નામ ભરવાનું રહેશે.
સ્ટેપ-3
ત્રીજા સ્ટેપમાં તમારે તમારા ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર નંબર ભરવાનો
રહેશે. ત્યાર બાદ ઇ-મેલ આઇડી, ફોન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે.
સ્ટેપ-4
મોબાઇલ અને ઇ-મેલ આઇડી રજિસ્ટર કરાવ્યા પછી તમારી પાસે એક OTP નંબર આવશે.
વેરિફિકેશન કોડની જગ્યાએ આ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યાર બાદ
બોક્સમાં બતાવવામાં આવેલ ઇમેજમાંથી આલ્ફા ન્યુમેરિક કોડ ભરવાનો રહેશે.
ત્યાર બાદ છેલ્લે સમગ્ર વિગતો ચેક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું
રહેશે. તેના થોડાક જ દિવસો બાદ તમારી રિક્વેસ્ટ એપ્રૂવ થઈ જસે. ત્યાર બાદ
સબસિડી સીધી તમારા બેંક ખાતામાં પહોંચી જશે.
ખાતાનું લિંકઅપ કેવી રીતે કરાવવું
બેંક ખાતામાં લિંકઅપ કરાવવા માટે ગેસ એજન્સી ફોર્મ લઇને ભરવાનું રહેશે.
તેના માટે બે પ્રકારના ફોર્મ છે. એક ફોર્મ એવા ગ્રાહકો માટે છે, જેમની
આધાર કાર્ડ છે અને બીજું ફોર્મ એવા લોકો માટે જેમની પાસે આધાર કાર્ડ નથી.
માર્ગદર્શિકા અનુસાર, જે ગ્રાહકો આવતી 31 માર્ચ સુધીમાં ફોર્મ ભરી નહીં
શકે તેઓ જૂનમાં સુધીમાં જરૂર ફોર્મ ભરી દે. એવા ગ્રાહકો જેમણે માર્ચ સુધી
ફોર્મ નથી ભર્યું તેમને એપ્રિલ અને જુનની સબ્સિડી એક સાથે આપવામાં આવશે.
એટલું જ નહીં જે ગ્રાહકોના આધાર કાર્ડ જુન સુધી પણ ન આવે તેઓ ભવિષ્યમાં
ક્યારેય પણ પોતાના આધારકાર્ડની ફોટોકોપી બેંક અને ગેસ એજન્સી પર જમા
કરાવી શકે છે.
ક્યાં મળશે 17 અંકોનો એલપીજી આઇડી
એજન્સી ગ્રાહકોના મોબાઇલ નંબર પર એસએમેસ પર આઈડી નંબર મોકલી રહી છે. ગેસ
સિલિન્ડર લેતા સમયે આપવામાં આવતા કેશ મેમોમાં પણ આઇડી નંબર છે. સંબંધિત
એજન્સી પાસેથી પણ આઇડી નંબર લઇને ફોર્મ ભરી શકાય છે. ઉપરાંત ઉપભોક્તા
ઓનલાઇન પણ 17 અંકોનો એલપીજી આઇડી જાણી શકે છે. વેબસાઇટ પર જઇને સંબંધિત
ગેસ કંપની પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે ફાઇન્ડ યોર એલપીજી
આઇડી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે એજન્સીનું નામ અને
કન્ઝ્યુમર નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ તમને 17 અંકોનો એલપીજી આઇડી મળી
જશે.
~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file
NEWS
17 February 2015
ONLINE આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે લિંક કરવા અહીં ક્લિક કરો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow