NEWS
12 July 2021
08 July 2021
07 July 2021
03 July 2021
12 June 2021
G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?
💥🌀🌐 G - SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો...?
(૧) સૌ - પ્રથમ પ્લે - સ્ટોરમાંથી G - SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો. ( નીચે તેની લિંક આપેલ છે )
(૨) એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો.
(૩) એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે " સાઈન અપ " લખેલ હશે ત્યાં ક્લિક કરો.
(૪) સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે.
(૫) સૌ - પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો.
(૬) ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો. (બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો )મેળવવા આપની શાળાના વર્ગ શિક્ષકનો સંપર્ક કરવો.)
(૭) ત્યારબાદ નીચે " વિગતો મેળવો " નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે.
(૮) હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે.
(૯) યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
(૧૦) હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન "સાઈન અપ " પર ક્લિક કરો.
(૧૧) હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે.
(૧૨) હવે ફરીથી તમારે તમારો મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે નાખશો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G - SHALA એપ્લિકેશન શરું થઈ જશે.
🌀🌐 G - SHALA એપ્લિકેશનમાં ધોરણ મુજબના વિડીયો / પુસ્તકો / એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બનશે.
04 June 2021
બ્રિજ કોર્સ - ક્લાસ રેડિનેશ : જ્ઞાન સેતુ કાર્યક્રમ, સાહિત્ય (તમામ ધોરણ) ડાઉનલોડ કરો.
બ્રિજ કોર્સ - ક્લાસ રેડિનેશ : જ્ઞાન સેતુ સાહિત્ય (તમામ ધોરણ) ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
🌐 બ્રિજ કોર્સ કલાસ રેડીનેશ જ્ઞાનસેતુ કાર્યક્રમ માટે તમામ સરકારી પ્રાથમિક શાળા માધ્યમિક શાળા મોડેલ સ્કૂલ કે.જિ.બી.વી. અને આશ્રમ શાળાના શિક્ષકોને તાલીમ માં જોડાવાનું રહેશે.
(૧) તારીખ ૭-૬-૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ધોરણ ૧ થી ૫ ના શિક્ષકો ની તાલીમ રહેશે. તાલીમમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
(૨) તારીખ ૮-૬-૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ધોરણ ૬ થી ૮ ના શિક્ષકો ની તાલીમ રહેશે. તાલીમમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
(૩) તારીખ ૯-૬-૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષકો ની તાલીમ રહેશે. તાલીમમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો.
(૪) ઉકત સમય ગાળા દરમિયાન તમામ ધોરણ ની તાલીમ સી આર સી એ પણ લેવાની રહેશે.
(૪) તાલીમ નો સમય સવારે ૮ થી ૧૨ નો રહેશે.
(૫) તાલીમ માટે બાયસેગ ,ટીમ માઇક્રોસોફ્ટ ના મધ્યથી અને યુ ટ્યુબ ના માધ્યમથી લેવાની રહેશે.
(૬) બ્રિજ કોર્સ કાર્યક્રમ બાળકો માટે વંદે ગુજરાત ચેનલ ,બાયસેગ, દૂરદર્શન કેન્દ્ર, અને ડી ડી ગિરનાર ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે.
13 May 2021
23 April 2021
22 April 2021
19 April 2021
સરકારી પોર્ટલ : GCERT Digital Desk. ધો. 3 થી 12 માટે.
📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે ડિઝીટલ માધ્યમ થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે - GCERT
➡ શિક્ષક - વિદ્યાર્થી - વાલી કોઇ પણ Register થઇ શકે છે
➡ GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધોરણ ૩ થી ૧ર ના Video - Assignment - Mock Test અને બીજું ઘણું બધું
➡ સૌપ્રથમ નીચે આપેલી લિંકને ઓપન કરવી.
https://njtrust.org/njctdesk/gcert.html
➡ ત્યારબાદ Register with us - Sign up પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી
➡ આપને આપના મોબાઇલ નંબર OTP વડે જાણ કરવામાં આવશે ત્યારબાદ તે યુઝર નેમ અને પાસવર્ડ વડે લોગીન થવું.
➡ લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ Study Panel પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી/ગુજરાતી ) મળશે
➡ આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ ધોરણ ખુલશે.
આપ જે ઘોરણ પર ક્લિક કરશો તેના વિષયો ખુલશે જેનો આપ અભ્યાસ કરી શકશો.
રજિસ્ટ્રેશન માટેની લિંક.
https://njtrust.org/njctdesk/gcert.html