:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

23 November 2019

22 November 2019

SAS પોર્ટલ માટે CPF નંબર પરથી PRAN નંબર સર્ચ કરો.

Tick New Registered PRAN
PRAN box empty
Enter CPF No PPAN no box
Enter Captcha
Press submit button


Search PRAN No click here

18 November 2019

Search School DISE CODE All Gujarat


Search School dise code Click Here

27 October 2019

ધોરણ :- 8 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ :- 9 માં એડમિશન માટેની જાહેરાત

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન માટેની જાહેરાત

💠  *ધોરણ :- 8 ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ :- 9 માં એડમિશન માટેની જાહેરાત*

💠  *ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :- 25/10/2019 થી 10/12/2019*

💠  *પરીક્ષા તારીખ :- 08/02/2020*

💠  *લાયકાત :- હાલ ધોરણ :- 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે.*

💠  *પરીક્ષા ફી :-  0/-  રૂપિયા  એટલે કે એક પણ રૂપિયા ફી ભરવાની થતી નથી.*

💠  *જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ :- 01/05/2004 થી 30/04/2008 (બન્ને દિવસો સહિત) ની વચ્ચે આવતી હોય અને ધોરણ :- 8 માં અભ્યાસ ચાલુ હોય તેવા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.*

💠  *પરીક્ષાનું પેપર 100 ગુણનું રહેશે. જેમાં અંગ્રેજી - 15 ગુણ, હિન્દી - 15 ગુણ, ગણિત - 35 ગુણ અને વિજ્ઞાન - 35 ગુણનું આવશે.*

💠  *પરીક્ષાનું પેપર ઓબ્જેક્ટિવ પ્રકારનું આવશે.*

💠  *પરીક્ષાનો સમય :- 03:00 કલાક*

💠  *પરીક્ષા અંગ્રેજી અથવા હિન્દી એમ બે માંથી કોઈ એક ભાષામાં આપી શકાશે.*

16 October 2019

પ્રથમ સત્રાંત પરીક્ષા ૨૦૧૯-૨૦ માર્ક્સ ઓનલાઇન કરવાનું શરૂ.




User name: ડાયસ કોડ
Passwords: admin
Select login: school admin

 Login થયા બાદ  Exam module પર ક્લિક કરવું ત્યારબાદ Exam Marks Entry(Std 3-8) પર ક્લિક કરવું ત્યારબાદ એકમ કસોટી ની તારીખ, માધ્યમ, ધોરણ, વિષય અને વર્ગ પસંદ કરી માર્ક ની  એન્ટ્રી કરી શકાશે. ત્યારબાદ update આપવુ.

ઓનલાઇન એન્ટ્રી કરવા અહી ક્લિક કરો.