:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

25 May 2012

પ્રાથમિક શિક્ષકોની બદલીના નવા નિયમોનો તા.૨૩/૦૫/૨૦૧૨નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો.


News TET FOR STD - 6 TO 8 PRIMARY TEACHER

ધોરણ ૬થી૮માં પ્રાથમિક શિક્ષકોની ભરતી માટેની TET-2ની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો.
તા.૩૦/૦૫/૨૦૧૨ બપોરે ૨:00 વાગ્યા થી તા.૦૮/૦૬/૨૦૧૨૦બપોરના ૩:૦૦ સુધી.
પરીક્ષા તા.૨૪/૦૬/૨૦૧૨

19 May 2012

:: High Court of Gujarat Job Application ::

ADVERTISEMENT FOR RECRUITMENT OF THE CADRE OF DISTRICT JUDGES.

LAST DATE. 31/05/2012

15 May 2012

''અંધવિશ્વાસ''

'''અંધવિશ્વાસ''' એ એક માણસોના મનની માન્યતા છે. આ માન્યતા નક્કર કારણો કે જ્ઞાન પર આધારીત હોતી નથી, પરંતુ લોકવાયકા કે પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર આધારીત હોય છે.

આદિકાળમાં મનુષ્ય અનેક ક્રિયાઓ તથા ઘટના|ઘટનાઓ પાછળનાં કારણોને સમજી ન શકતો હતો. તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે. વર્ષા, વિજળી, રોગ, ભૂકંપ, વૃક્ષપાત, કુદરતી આપત્તિ વગેરે ઘટનાઓને અજ્ઞાત તથા અજ્ઞેય દેવ, ભૂત, પ્રેત અને પિશાચનાં પ્રકોપનું પરિણામ તરીકે માનવામાં આવતું હતું. વર્તમાન વિજ્ઞાનનો પ્રકાશ થઈ જવા છતાં પણ આવા વિચાર વિલીન ન થવા પામ્યા, પ્રત્યુત આ માન્યતાઓની અંધવિશ્વાસ તરીકે ગણના થવા લગી.

13 May 2012

TAT ની જવાબ ચાવી

રીતેશ અને હરેશ પટેલે મુકેલ જવાબ ચાવી, તા.૦૭/૦૫/૨૦૧૨ ના રોજ લેવાયેલ TAT પરીક્ષાની.

06 May 2012

સર્વશિક્ષા અભિયાનમા ભરતી જાહેરાત

સર્વશિક્ષા અભિયાનમા ભરતી જાહેરાત

02 May 2012

'''શામળાજી'''

'''શામળાજી'''
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.

'''શામળાજી''' એ મેશ્વો નદીના કિનારા પર આવેલું જાણીતું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. આ મંદિરનું સમારકામ પણ પ૦૦ વર્ષ પહેલા થયું હોવાનું માનવામાં આવે છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ પુનમ (મોટેભાગે ઓકટોબર)માં ભરાય છે.

શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.શામળાજી નજીક શામળ વન આવેલ છે જેમાં દરેક જાત નાં વૃક્ષૉ મળે છે.શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે.

" પાવાગઢનો ઇતિહાસ "

પાવાગઢ પંચમહાલ જિલ્લાનું ગામ છે, જે ઐતિહાસિક ગામ ચાંપાનેરની નજીક આવેલું છે. પર્વત પર આવેલા પાવાગઢ ખાતે મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જે શ્રધ્ધાળુઓ માટે એક અગત્યનું યાત્રાધામ છે અને દર વર્ષે લાખો લોકો પાવાગઢની મુલાકાતે આવે છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે.
===ધાર્મિક કથા===
વર્ષો પહેલા પાવાગઢ - ચાંપાનેર પંથકમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ કાળકામાતાના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકામાતા દર નવરાત્રિના નવ દિવસ અહીં ગરબા રમવા આવતા હતા. પતઇ કુળના છેલ્લા સાશક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રીમાં મદિરાપાન કર્યું અને રુપ બદલી ગરબે રમતા માતાજીને જોઇ તેમના રુપથી મોહિત થઇ ગયા. તેમણે માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતઇ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી તેથી કોપાયમાન થઇ માતાજીએ પોતાનું અસલ સ્વરુપ ધારણ કરી રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. આજ પતઇ રાજા જયસિંહને મહમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં મુઘલ સામ્રાજ્ય સ્થાપ્યું.