NEWS
25 February 2012
પછી કોઇ શું કરે ?
મોંઘવારી બેહદ વધી ગઇ, પછી કોઇ શું કરે ?
રાજકારણી, ને ગુંડાનું ગઠન, પછી કોઇ શું કરે ?
વેપારીની ખોટી વણજ, પછી કોઇ શું કરે ?
કર્મચારી કામચોર થયા, પછી કોઇ શું કરે ?
ખેડૂત સાગ્રહખોર થયા, પછી કોઇ શું કરે ?
વિદ્યાનો વેપાર કરતા થયા, પછી કોઇ શું કરે ?
ઝેર ભ્રષ્ટાચારનું નસનસમાં, પછી કોઇ શું કરે ?
17 February 2012
16 February 2012
11 February 2012
08 February 2012
=જામનગરનો ઇતિહાસ =
સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના
ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું શહેર છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર
શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે.
=જામનગરનો ઇતિહાસ =
જામનગર, પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્ર નું એક રજવાડું હતું.
જામનગરની સ્થાપના જામ રાવલજીના હસ્તે ઇ.સ. ૧૫૪૦ માં થયાનું ઇતિહાસકારો
માને છે.
[[કચ્છ]] માંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ
ઓળંગીને સેના સાથે આવી, અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખના
રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ
જાડેજા શાખના મુળ પુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી ''હાલાર'' પડ્યું
હતું અને ત્યારથી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાચીન હાલાર રાજ્ય વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું હતું, ઉત્તરે કચ્છનો
અખાત અને કચ્છનું નાનુ રણ, પશ્વિમે ઓખા મઢીનો બીચ તેમજ અરબી સમુદ્ર,
પૂર્વે મોરબી, રાજકોટ ધ્રોળ તથા ગોંડળના દેશી રજવાડાઓ અને સોરઠનો પ્રદેશ.
કાઠિયાવાડમાં હાલાર પ્રાંતનું મોટું રાજ્ય એટલે નવાનગર અને નવાનગર એટલે
સ્વતંત્રતા પછીનું આજનું જામનગર.
નવાનગર નાગમતી નદી અને રંગમતી નદીઓના સંગમ સ્થાન પર સ્થપાયું હતું.
નાગમતી અને રંગમતી નદીઓના સંગમ સ્થાનો બદલતા રહ્યાં છે. નવાનગરની સ્થાપના
પહેલા આ બે નદીઓનું સંગમ સ્થાન છે ત્યાં સમુદ્ર હતો અને નાગના અથવા
નાગનેસ બંદર નામનું ધીકતું બંદર હતું, બંદર પાસેના ગામમાં મુખ્યત્વે ભોઈ,
ખારવા, કોળી, વાઘેર જેવી દરિયા-ખેડુ કોમો વસતી હતી, જેઠવા વંશના રાજા નાગ
જેઠવાનો વધ કરી જામ રાવળે આ બંદર જીતી લીધું હતું.
જામ રાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયાં, તેમ તેમ તેમનું રાજ્ય વિસ્તરતું
ગયું. જામ રાવળે પહેલા બેડ અને પછી ખંભાળિયામાં રાજધાની બદલી હતી.
રાજધાની નવા સ્થળથી જોડિયા, આમરણ અને કાલાવાડ જેવા પરગણાઓ દૂર પડતા હતાં
અને વહીવટ ચલાવવો મુશ્કેલ જણાતા, જામ રાવળને નવી રાજધાનીની જરૂરત ઊભી થઈ.
જે પ્રદેશની બરાબર મધ્યમાં હોય, તેથી નાગમતી-રંગમતીના કાંઠે વિક્રમ સંવત
૧૫૯૬માં શ્રાવણ સુદ આઠમને બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના
કરવામાં આવી હતી.
નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારના
દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે.
નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે, પણ તેમાં લાંબો
ફરક કે તફાવત નથી. ઇતિહાસ લેખકોએ જામનગરની સ્થાપના બાબતમાં એક-બીજાનો
આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામનાં કવિએ ઇ.સ. ૧૫૭૭માં રચેલા
કાવ્યમાં શહેરનો ઉલ્લેખ નવીન નગર તરીકે કર્યો છે. સ્વાભાવિક રીતે જ નવા
વસેલા નગરને નવીન નગર કહેવાયું હશે જેને કારણે પાછળથી નવાનગર તરીકેની
કાયમી ઓળખ મળી હશે. બીજી એક માન્યતા મુજબ નવાનગરની બાજુમાં તે વખતે જૂનું
નાગનેસ ગામ હતું, તેથી આ ગામથી અલગ ઓળખવા નવાનગર નામ પડ્યું હોય તે શક્ય
છે. સંવત ૧૬૬૪ ( ઇ.સ. ૧૬૦૭ )માં રચાયેલા પડધરી પ્રાસાદબિંબ પ્રવેશાધિકાર
સ્તવન નામના જૈન કાવ્યમાં પણ શહેરને નવાનગર કહ્યું છે. આમ નામ પડ્યું નહિ
હોવાથી નવાનગર નામ મળી ગયું તે પણ શક્ય છે.
સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલો જામનગર જિલ્લો ગુજરાત રાજ્યનો ૩૫૫ કિ.મી.
લાંબો દરિયા કિનારો ધરાવતો હોઈ, બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતમાં
દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત મરિન નેશનલ પાર્ક(પિરોટન)
અને પેટ્રોલીયમ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
જિલ્લાનાં લઘુ અને હસ્તકળા ઉદ્યોગોએ માત્ર દેશ જ નહિ, સમગ્ર વિશ્વમાં
નામના મેળવી છે. જેમાં બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.