મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો માટે એક સારા સમાચાર છે. રિલાયન્સ Jioએ પોતાની 4G સર્વિસને લોન્ચ કરતા પહેલા ગ્રાહકો માટે તેનું ફ્રી ટ્રાયલ શરૂ કર્યું છે. આ સર્વિત અંતર્ગત ગ્રાહકોને 90 દિવસ માટે ફ્રીમાં અનલિમિટેડ 4G ઈન્ટરનેટ ડેટા આપવામાં આવશે. આ ઉપરાંત રિલાયન્સ Jio આ સિમ કાર્ડ પર 3 મહીના માટે ફ્રીમાં 4500 મિનિટ માટે વોઈસ કોલ અને મેસેજિંગ સુવિધા પણ આપશે.
રિલાયન્સ જિઓના ફ્રી 4G ઈન્ટરનેટ ડેટા અને વોઈસ કોલની સર્વિસને લેવા માટે તમારે નીચે મુજબની કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
આવી રીતે મળશે ફ્રી ઈન્ટરનેટ અને કોલની સર્વિસ
આ માટે તમારે રિલાયન્સનો LYF સ્માર્ટફોન ખરીદવો પડશે.
સૌ પ્રથમ ઓફરનો લાભ લેવા માટે તમારે Jio.com પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
આ રજિસ્ટ્રેસન પછી કંપની તરફથી તમને એક ઈ-મેઈલ મોકલવામાં આવશે. આ મેઈલમાં બધી સર્વિસ અને પ્રોડક્ટની જાણકારી હશે.
મેઈલમાં એક બારકોડ પણ હશે જેને પ્રિંટ અથવા ફોનમાં સેવ કરવો પડશે.
આ બારકોડને રિલાયન્સ Lyf સ્ટોર અથવા રિલાયન્સ ડિઝિટલ સ્ટોરમાં જઈને બતાવવાનો રહેશે.
ફ્રીમાં મળશે 4G સિમ કાર્ડ
આ પ્રક્રિયા પુરી કર્યા પછી તમને તમારે એક Lyf સ્માર્ટફોન ખરીદવો પડશે જે પછી તમે તમારો બારકોડ બતાવશો તો રિટેઈલર તમને રિલાયન્સ Jioનું ફ્રી સિમ કાર્ડ આપશે.
આ પછી તેનું વેરિફિકેશન કરવામાં આવશે.
સિમ કાર્ડના વેરિફિકેશન બાદ તમને ફ્રી 4G ઈન્ટરનેટની સુવિધા મળશે.
No comments:
Post a Comment
Ⓣⓗⓐⓝⓚⓢ
Please This Blog Subscribe and Flow