:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

18 March 2013

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.


પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                     ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
                   પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 

                    https://cra-nsdl.com/CRA/

પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં
                   બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ
                   પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ
                   વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.                    ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે                                     હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય                                        તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને                       ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન                      થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements  Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

No comments:

Post a Comment

Ⓣⓗⓐⓝⓚⓢ