:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

29 October 2022

કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબતનો સામાન્ય વહીવટી વિભાગનો પરિપત્ર. 29/10/2022



 

નવી વર્ધિત પેન્શન યોજના(NPS) અંતર્ગત રાજ્ય સરકારનો સમાન ફાળો વધારવા બાબતનો નાણાં વિભાગનો પરિપત્ર. 29/10/2022





 

રાષ્ટ્રીય એકતા દિવસ ઓનલાઇન ચિત્ર સ્પર્ધા

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે "રાષ્ટ્રીય એકતા દિવસ" ઓનલાઇન ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને ઇ-સર્ટીફિકેટ ઇ-મેઇલ મારફત મળશે.
 
A4 સાઈઝના કાગળમાં ચિત્ર દોરી રંગ પુરીને ફોટો પાડી નીચે આપેલા ગુગલ ફોર્મમાં વિગતો ભરી ફોટો અપલોડ કરવો.



23 October 2022

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણૂક માટે શૈક્ષણિક લાયકાતો નક્કી કરવા બાબતનો સુધારા ઠરાવ. 15/10/2022



 

સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૩

 *સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૩*

સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટ ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.(ભારતની મુખ્ય ૩૩ સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલ પણ પ્રવેશ આપવામાં આવે છે)

ફોર્મ ૨૧/૧૦/૨૦૨૨ થી ૩૦/૧૧/૨૦૨૨ દરમિયાન ભરાશે.

પરીક્ષાની તારીખ ૦૮/૦૧/૨૦૨૩ છે.

ધોરણ ૬ અને ૯ માં પ્રવેશ આપવામાં આવે છે.

સૈનિક સ્કૂલે એ સંરક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી સ્કૂલ છે.  સૈનિક સ્કૂલ એ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારી બનવા  માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે.

સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.