આ રીતે કરો આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ:
‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ડાઉનલોડ કરવા માટે આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો ખુબ જરૂરી છે તેમજ આધારમાં લિંક માબોઇલ નંબર તમારી પાસે હોવા જોઇએ. ‘આયુષ્માન હેલ્થ કાર્ડ’ ને ડાઉનલોડ કરતી સમયે જે કોઈપણ મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોય એમાં એક OTP આવશે જે પોર્ટલમાં નાંખવાનો રહેશે.
આ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો પોર્ટલ ઓપન કરો.
પોર્ટલ ઓપન કરવા માટે અહીં ક્લિક કરો.
બાદમાં આધાર કાર્ડનો વિકલ્પ દેખાઈ આવે ત્યાં ક્લિક કરો.
હવે Scheme વિકલ્પ જોવા મળશે ત્યાં ક્લિક કરો.
જ્યાં PMJAY પસંદ કરીને તેમાં તમારૂ રાજ્ય પસંદ કરો.
બાદમાં તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો તેમજ પછી જનરેટ OTP પર ક્લિક કરો.
જનરેટ OTP પર ક્લિક કરતા જ તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
હવે આ OTP દાખલ કરો.
OTP દાખલ કર્યા પછી તમે વેરિફાઇ બટન પર ક્લિક કરો.
વેરિફાઇ નંબર પર ક્લિક કરતા જ તમારૂ આયુષ્માન કાર્ડ ડિસ્પ્લે થશે.
જ્યાંથી તમે ઇચ્છો તો તમારા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.
ડાઉનલોડ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખી શકો છો. જ્યારે પણ તમારી તબીબી સારવારની જરૂર પડે ત્યારે આયુષ્માન કાર્ડની પ્રિન્ટ આઉટનો ઉપયોગ કરી શકો છો.