:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

27 February 2013

તમારા બ્લોગર બ્લોગ પર એકસેલ, વર્ડ, પીપીટી, એમ્પી૩, પીડીએફ વગેરે ફાઈલ કેવી રીતે મુકવી.


આ માટે તમારે એક ગુગલ પેજ બનાવવું પડશે. (આ પણ એક બ્લોગ જ છે.) આ કામ બ્લોગરમાં બ્લોગ બનાવવા જેવું જ છે. આ માટે સૌપ્રથમ https://sites.google.com સાઈટ ખોલો. જ્યાં તમને ક્રિએટ નો ઓપ્શન જોવા મળશે. Select a template to use: અહી સૌ પ્રથમ તમારે એક બ્લેન્ક ટેમ્પલેટ્સ પસંદ કરવું. Blank template (પહેલો ઓપ્શન, રેડીમેઈડ પસંદ કરવું નહી) ત્યાં ક્લિક કરતાં તમને સાઈટ માટે નામ પૂછશે. જ્યાં તમે નામ આપો. આ નામ તમે તમારા બ્લોગર બ્લોગ જેવું જ રાખો તે સારું છે. નહી તો તમને ગમતું અન્ય નામ પણ રાખી શકાય. આ સિવાય ત્યાં તમારે એક તમને ગમતી થીમ પસંદ કરવાની રહેશે. Select a theme ત્યારબાદ અહી આપેલા ઓપ્શનમાંથી યોગ્ય ઓપ્શન પસંદ કર્યા બાદ મોર ઓપ્શનમાંથી તમે સાઈટ બધાને દેખાય કે નાદેખાય તે માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો More options. ત્યારબાદ નીચે એક સિક્યુરીટી કોડ નાખવાનું કહેવામાં આવશે. ત્યારબાદ સૌથી ઉપરની બાજુએ જશો તો ક્રિએટ સાઈટ પર ક્લિક કરતા તમારી સાઈટ તૈયાર થઇ જશે. આ રીતે સાઈટ ક્રિએટ કર્યા બાદ તેને ખોલો. સાઈટ ખુલતા સાઈટમાં સાઈન ઇન થાઓ. (સાઈન ઇન નો ઓપ્શન નીચે નાના અક્ષરે આવે છે ) જે ખુલતા તમારે મુખ્ય પેજ સિવાયના અન્ય પેજ બનાવવા પડશે. આ માટે ન્યુ પેજનો ઓપ્શન પસંદ કરો. આ ઓપ્શન ઉપરના જમણી સાઈડના ખૂણામાં more ઓપ્શનની ડાબી બાજુ પર છે. તમે આઇટમના પ્રકાર પ્રમાણે અલગ અલગ પેજ પણ બનાવી શકો અથવા માત્ર એક પેજ બનાવો તો પણ ચાલે. પણ આ પેજ બનાવવા માટે પેજનો પ્રકાર કેબિનેટ ફાઈલનો પસંદ કરવો પડે. આટલું કર્યા બાદ તમારું જે પેજ તૈયાર થાય ત્યાં તમે તમારી વર્ડ, એક્સેલ, પીપીટી, પીડીએફ, એમ્પિ૩ જેવી ફાઈલને એડ કરી શકો છો. દાખાલા તરીકે તમે ppt માટે પેજ બનાવવા માગો છો તો Name your page: માં ppt લખો. ત્યારબાદ Select a template to use નો વિકલ્પ આવશે, અહી આપણે ફાઈલ કેબિનેટ નો ઓપ્શન પસંદ કરીશું. ત્યારબાદ ક્રિએટ પર ક્લિક કરતા પેજ તૈયાર થશે. આ રીતે ફાઈલ અપલોડ કરશો તો ત્યાં એક ડાઉનલોડ માટેનો ઓપ્શન આવશે. જ્યાં તમે જમણી ક્લિક કરશો તો ખુલેલા ઓપ્શનમાં કોપી લિન્ક એડ્રેસનો એક ઓપ્શન હશે જ્યાં ક્લિક કરવાથી ડાઉનલોડ માટેની લીંક કોપી થઇ જશે. હવે તમે બ્લોગરના ડેશબોર્ડ પર જાઓ. હવે નવી પોસ્ટ, નવું પેજ પસંદ કરો અથવા તમે જો આની લીંક જૂની પોસ્ટ કે જુના પેજ પર મુકવા માગતા હોય તો તે ખોલો. હવે જ્યાં તમે તમારી ફાઈલ મુકવા માંગો છો ત્યાં તે ફાઈલનું નામ લખો, ત્યારબાદ આખા ફાઈલ નામના લખાણને સિલેક્ટ કરો. ત્યારબાદ લીંક પર ક્લિક કરો. નવી ખુલેલ બારીમાં લીંક લખવા માટેનો ઓપ્શન હશે ત્યાં તમે કોપી કરેલ (ગુગલ પેજની લીંક) લીંક પેસ્ટ કરી ઓકે કરી બહાર નીકળી જાઓ. આ માટે મારું ગુગલ પેજ નીચેની લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો. https://sites.google.com/site/jadavnarendrakumar10 આ વિગતમાં સમજ ના પડે તો મારો સંપર્ક કરવા વિનંતી છે. તમને જોઈતી મદદ મળી રહેશે.
રહેશે.
Select a template to use:

Site location - URLs can only use the following characters: A-Z,a-z,0-9
https://sites.google.com/site/ 
Type the code shown:




excel
More

 Share

Create a page in Site: xyz


Your page URL: /site/jadavnarendrakumar10/ change URL

Web Page

» Your new page