'''શામળાજી'''
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.
'''શામળાજી''' એ મેશ્વો નદીના કિનારા પર આવેલું જાણીતું પ્રાચીન યાત્રા સ્થળ છે. શામળાજી મુખ્યત્વે વૈષ્ણવ વણિકોનું ધાર્મિક સ્થળ છે અને તે પુરાણોમાં ગદાધાર ક્ષેત્ર તરીકે પ્રખ્યાત છે. જે શામળાજીનું મુખ્ય મંદિર છે, તે ભગવાન કૃષ્ણના નામ (શામળશા શેઠ) ઉપરથી પડયું છે. આ મંદિર હિન્દુ સ્થાપત્યનો અતિ સુંદર નમુનો છે. આ મંદિર ૧૦ કે ૧૧ સૈકામાં બંધાયેલુ હોવાનુ માનવામાં આવે છે. આ મંદિરનું સમારકામ પણ પ૦૦ વર્ષ પહેલા થયું હોવાનું માનવામાં આવે છે. શામળાજીના મેળા તરીકે જાણીતો વિશાળ મેળો કારતક સુદ પુનમ (મોટેભાગે ઓકટોબર)માં ભરાય છે.
શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.શામળાજી નજીક શામળ વન આવેલ છે જેમાં દરેક જાત નાં વૃક્ષૉ મળે છે.શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે.
~> બાલવાટિકા થી ધોરણ-૮ સુધીના પરિણામ પત્રકો
~> પત્રક – A
~> SMC રોજમેળ
~> SMC રોજમેળ Pro Version
~> વિદ્યાર્થી હાજરી પત્રક તથા અન્ય પત્રકો
~> બીસીકે-4 યોજના હેઠળ લાભ મેળવતા વિદ્યાર્થીઓનું ફોર્મ
~> આવકવેરાની ગણતરી માટેનું ફોર્મ
~> શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજનાનું ફોર્મેટ word file (SDMP)
~> શાળા વિકાસ યોજનાનું ફોર્મેટ Excel & word file (SDP)
~> શાળા બચત બેંક સોફ્ટવેર Excel file
~> અન્ય પત્રકો word/Excel file