:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

05 September 2016

સુરતમાં ડોક્ટરોને મળ્યું અનોખું બ્લડ ગ્રુપ,નામ આપ્યું ‘INRA’

સુરતમાં ડોક્ટરોને મળ્યું અનોખું બ્લડ ગ્રુપ,નામ આપ્યું 'INRA'
   

સુરતમાં એક યુવાનનું બ્લડ ગ્રુપ જોઈને ડોક્ટર પણ હેરાન થઈ ગયા કારણ કે તેમનું બ્લડ ગ્રુપ A,B,O અને AB કોઈપણ બ્લડ ગ્રુપ સાથે મેચ ન હતું થતું. સુરતમાં અનોખા બ્લડ ગ્રુપની શોધ કરવા વાળા બ્લડ બેંકના ડોક્ટરોનો દાવો છે કે દુનિયામાં કોઈપણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ આવું નથી.


યુવાનનું બ્લડ ગ્રુપ કોઈ સાથે મેચ થતું નહીં
સુરતમાં એક એવો યુવાન છે કે જેનું રક્ત વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે મેચ થતું નથી. સુરતનો આ યુવાન કોઈને રક્ત આપી શકતો નથી કે, કોઇનું રક્ત મેળવી શકતો નથી. ડો.સન્મુખ જોષી, ડો. મેંદપરા, અંકિતા શેલડીયાએ આ કિસ્સા પર પ્રકાશ પાડ્યો છે.

બ્લડ ગ્રુપનું નામ 'ઈનરા'
સુરતના લોક સમર્પણ રકત દાન કેન્દ્રએ એક નવા બ્લડગ્રુપની શોધ કરી ઇતિહાસ રચી નાખ્યો છે. સુરતના આ રકતદાન કેન્દ્રએ બ્લડ ગ્રુપનું નામ 'ઇનરા' (INRA)  આપ્યુ છે. જેમાં પહેલા બે શબ્દો ઇન્ડિયા પરથી લેવામાં આવ્યા છે અને પાછળના બે શબ્દો જે વ્યક્તિના રકતકણોમાંથી આ બ્લડ ગ્રુપ શોધાયું છે તેમના નામના છે. આ રક્ત દાન કેન્દ્રના ડાયરેક્ટરના કહેવા પ્રમાણે, 'આ રક્ત વિશ્વના કોઈ માણસ સાથે મેચ થાય છે કે, નહીં તે માટે જાણવા આ રક્તને વર્લ્ડ હેલ્થ ઓગોનાઈઝેન દ્વારા પ્રમાણિત કરાયેલી ઈન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. આ લેબોરેટરીમાં વિશ્વના દરેક પ્રકાના રક્ત હોય છે. જે તમામ સાથે આ રક્ત મેચ કરતા કોઈ સાથે આ રક્ત મેચ થયુ ના હતું. જેથી તેમણે આ લેબોરેટરી દ્વારા આ રક્ત વિશ્વમાં એક હોવાનું જણાવી રક્તની સ્વિકૃતિ અપાઈ હતી.'

રક્ત દાન કેન્દ્રનું થયું સન્માન,પ્રથમ ઈનામ
26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ પૂણેમાં ઈન્ડિયન સોસાયટી ઓફ હેમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં લગભગ 600થી વધુ તબીબો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરતના 'લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર'ને જાહેરમાં સન્માન આપી પ્રથમ ઈનામ સાથે શિલ્ડ આપવામાં આવ્યો હતો.

WHOની લેબોરેટરીમાં પણ તપાસ
આ અલગ બ્લડ ગ્રુપ માટે ડો. જોશીનું કહેવું છે કે અમે આની પર હજી વધારે રિસર્ચ કરીએ છીએ. અમે તે યુવાનના પરિવારના દરેક માણસના બ્લડ ગ્રુપની તપાસ કરી રહ્યાં છે. આ યુવાનના બ્લડને અમે WHOની લેબોરેટરીમાં પણ મોકલ્યું છે.

Info by SANDESH NEWS

02 September 2016

सौराष्ट्र यूनिवर्सिटी द्वारा सरकारी कर्मचारीओ के लिए सीसीसी परीक्षा का ऑनलाइन रजिस्ट्रेशन शुरू हो गया हे।

     सौराष्ट्र यूनिवर्सिटी द्वारा सरकारी कर्मचारीओ के लिए  सीसीसी परीक्षा का ऑनलाइन रजिस्ट्रेशन शुरू हो गया हे।
जिन सरकारी कर्मचारीओ को उच्चतर पगार धोरण और बढती का लाभ लेना उन कर्मचारियो के लिए सौराष्ट्र यूनिवर्सिटी द्वारा सीसीसी परीक्षा के ऑनलाइन फॉर्म भरने की शरुआत हो गई हे। जो कर्मचारी को सीसीसी का ऑनलाइन फॉर्म भरना हे वह निचे सी गई लिंक से ऑनलाइन फॉर्म भर सकते हे। यूनिवर्सिटी द्वारा सरकारी कर्मचारीओ के लिए  सीसीसी परीक्षा का ऑनलाइन रजिस्ट्रेशन शुरू हो गया हे।
जिन सरकारी कर्मचारीओ को उच्चतर पगार धोरण और बढती का लाभ लेना उन कर्मचारियो के लिए सौराष्ट्र यूनिवर्सिटी द्वारा सीसीसी परीक्षा के ऑनलाइन फॉर्म भरने की शरुआत हो गई हे। जो कर्मचारी को सीसीसी का ऑनलाइन फॉर्म भरना हे वह निचे सी गई लिंक से ऑनलाइन फॉर्म भर सकते हे।                                               
Online Apply Click Here http://ccc.saurashtrauniversity.edu/

GANIT - VIGYAN PARYAVARAN PRADASHAN 2016 BABAT NO PARIPATRA. DATE 02-09-2016

DATE:-01/09/2016 THI 15/09/2016 SUDHI SWACHHATA PAKHAVADIYA NI UJAVANI BABAT NIYAMAK NO LATEST PARIPATRA.