:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

11 May 2015

TET -1, TET -2, TAT, HTAT ની પરીક્ષા માટે ઘરે બેઠા જ વધુ સારી રીતે Online તૈયારી કરો.

📚TET -1, TET -2, TAT, HTAT ની પરીક્ષા માટે ઘરે બેઠા જ વધુ સારી રીતે
Online તૈયારી કરો. નીચેની લીંક ઉપર ક્લિક કરી તમારી વિગત આપો... ઓછા સમય
માં સારી રીતે તૈયારી કરવા માટે નો શ્રેષ્ઠ વિકલ્પ...📚

🎓TET-1 http://kachhua.com/marketyard/MarketItems/view?id=16&ref=574

🎓TET-2 http://kachhua.com/marketyard/MarketItems/view?id=17&ref=574

🎓TAT- http://kachhua.com/marketyard/MarketItems/view?id=2&ref=574

🎓HTAT- http://kachhua.com/marketyard/MarketItems/view?id=20&ref=574

ગેસ અને અપચાથી બચવા કરો 5 મિનિટનો ઉપાય

અત્યારની ફાસ્ટ જીવનશૈલીને કારણે માણસને પેટની તકલીફ તો સામાન્ય થઈ ગઈ
છે. આ ફાસ્ટ લાઈફમાં તમારે તમારી પેટની તકલીફો માટે ફક્ત પાંચ મિનિટ રોજ
આપવાની છે. આ પાંચ મિનિટમાં તમારે પશ્ચિમોત્તાનાસન કરીને શરીરની સમસ્યા
જેમકે ગેસ,અપચો,મંદાગ્નિ, અજીર્ણ, ઉદર રોગ, કૃમિ, વિકાર, સળેખમ જેવા બીજા
પણ રોગથી બચી શકીએ છીએ. શરીરના આગળના ભાગને પૂર્વ અને પીઠ તરફના ભાગને
પશ્ચિમ કહેવામાં આવે છે. આ આસનમાં શરીરના પશ્ચિમ ભાગનું ખેંચાણ થતું હોઈ
તથા આ આસનની સિદ્ધિ થતાં પ્રાણ પશ્ચિમવાહી એટલે કે સુષુમ્ણામાં વહન થતો
હોઈ આ આસનને પશ્ચિમોતાનાસન કહે છે. પશ્ચિમોત્તાનાસન કરવાની રીત આ આસનની
શરૂઆત પગ લાંબા રાખી અથવા ચત્તા સૂઈને કરી શકાય છે. અંતિમ સ્થિતિ બંને
રીતમાં એકસરખી જ થશે. અહીં ચત્તા સૂઈને આસન કેમ કરી શકાય તેનું વર્ણન
કરેલું છે. ચત્તા સૂઈ જાઓ. હાથ મસ્તક તરફ લંબાવીને રાખો. બંને પગ ભેગા
રાખી લાંબા કરો. પછી માથા તરફથી બંને હાથ ઉઠાવીને ઊંચા કાટખૂણે ઊભા કરો.
અને તરત જ જમીનથી માથું ને ગરદન ઊઠાવી બંને હાથ બંને સાથળ ઉપર આવે તેમ
કરો. ગોઠણમાંથી પગ વળે નહીં તેનું ધ્યાન રાખો. પછી પીઠ ઊંચકીને હાથને
પગના પંજા તરફ લઈ જાઓ. હવે કમર ઊઠાવી પગના કાંડા પકડી ધડને આગળ લંબાવો
અને ગોઠણ તરફ માથું નીચું નમાવો. અંતમાં ડાબા પગના અંગૂઠાને આંકડો ભરવો.
તેવી જ રીતે જમણા પગના અંગૂઠાને આંકડો ભરવો. પછી બંને હાથની બંને કોણી
બંને બાજુ જમીનને અડાડી દો. માથું નીચું નમાવીને બે પગ વચ્ચે મૂકી દો અગર
નાક અડાડી દો. અહીં આ આસન પૂરું થયું. આ આસનનો સમય 15 સેકન્ડથી ધીરે ધીરે
વધારીને ત્રણ મિનિટ સુધી કરી શકાય. શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા
દેવો. પણ ધડને જ્યારે ગોઠણ તરફ નમાવવામાં આવે ત્યારે રેચક કરતાં કરતાં
નમાવવું અને પછી શ્વાસોશ્વાસ સ્વાભાવિક રીતે ચાલુ રાખવો. આ આસન ઊભા રહીને
કરવામાં આવે તો તેને હસ્તપાદાસન કહે છે. તેના લાભો પશ્ચિમોતાનાસન જેવા જ
છે. પણ ઊભી સ્થિતિમાં કરવાનું હોઈ દેહની સમતુલા જાળવવાનું તેમાં વિશેષ
છે. આ સિવાય એક પગ સીધો અને એક પગનો પંજો બીજા પગના સાથળ સાથે લગાવીને
કરવામાં આવે તો કોઈ તેને અર્ધપશ્ચિમોત્તાનાસન અગર જાનુશિરાસન કહે છે.
ઉપરોક્ત બંને આસનો પશ્ચિમોત્તાનાસનની પૂર્વતૈયારીરૂપ ગણી શકાય.
પશ્ચિમોત્તાનાસન વધારે સારું કરવા માટે આ બંને આસનનો અભ્યાસ લાભકારક છે.
ફાયદા આ આસન કરતાં ઉરૂની પાછળના ભાગના સ્નાયુઓ બરડાના અને ઉદરની પાછલી
દિવાલના સ્નાયુઓ સંકોચ પામે છે. સાથે સાથે પગથી તે માથા સુધીના પીઠ
પાછળની માંસપેશીઓ ખેંચાય છે. આને લીધે સ્નાયુઓ અને માસંપેશીઓ કસાઈને
મજબૂત અને નીરોગી બને. કરોડરજ્જુ પર ખેંચાણ આવતા ત્યાં રૂધિરાભિસરણ થઈ
નિર્બળ અને શિથિલ બનતા જ્ઞાનતંતુઓ ચેતનવંતા બની કાર્યશીલ થાય છે.
નાડીઓમાં કફ અને આમ દૂર થઈ નાડીઓ મળરહિત, મૃદુ અને પુષ્ટ બને છે. આથી
વાતવિકારને લીધે થતો બરડાનો દુઃખાવો અને કટિવાયુ મટે છે. કરોડ અને
બસ્તીપ્રદેશના જ્ઞાનતંતુઓની નાડીઓ નીરોગી અને કાર્યક્ષમ બને. ઉદરની આગલી
દિવાલના સ્નાયુઓ સંકોચાવાથી ઉદર પ્રદેશમાં આવેલ પેટની અંદરના અવયવો જેવાં
કે જઠર, આંતરડાં, કલેજુ, બરોળ, મૂત્રપિંડ વગેરે સબળ બને છે. પાચક રસોનો
સ્ત્રાવ ઝડપથી થવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. પાચનશક્તિ વધે છે. કફ, આમ
અને મેદ નાશ પામે છે. પેટના સ્નાયુઓ પણ સબળ બને. પેટ ને કમર પરનું મેદ
ઓછું થાય. ઉદર કૃશ બને છે તથા નૌલીકર્મ કરવામાં સહાયતા મળે છે.
પશ્ચિમોત્તાનાસન કર્યા પછી શરીર હલકું લાગે છે. કુંડલિની શક્તિની જાગૃતિ
માટે આ આસન શ્રેષ્ઠ છે. મનની શાંતિ તથા ચિત્તની સ્થિરતામાં આ આસનથી ખુબ
મદદ મળે છે. કરોડ સ્થિતિસ્થાપક બને. સાવધાની કરોડ અક્કડ હોય તેનું માથું
સામાન્ય રીતે ગોઠણને અડતું નથી. તેમ જ જેમનું પેટ મોટું હોય તેમને માટે
પણ તે અશક્ય છે. પરંતુ શરૂઆતમાં કરોડ જેટલી વળે તેટલી વાળીને જ સંતોષ
માનવો. પરાણે કે આંચકો મારીને વાળવાનો પ્રયત્ન હરગીજ ન કરવો. મોટી ઉંમરના
હોય તેમની કરોડ અક્કડ થઈ ગઈ હોય છે એટલે તેમણે આ આસન ધીમે ધીમે ને
કાળજીપૂર્વક કરોડની અક્કડતાનું ધ્યાન રાખીને કરવું અને આસન કર્યા પછી
કરોડમાં દુઃખાવો ન થવો જોઈએ અથવા આ આસન કરવાને લીધે બેચેનીનો અનુભવ ન થવો
જોઈએ. ગર્ભ રહ્યાના ત્રણ મહિના થયા હોય તેણે આ આસન કરવું નહીં. સારણગાંઠ
તથા એપેન્ડીસાઈટીસ વાળા દર્દીઓએ આ આસન કરવું નહીં.

કલેકટર નામ અને હોદ્દો ફોન નંબર ઇ-મેલ

જિલ્લો નામ અને હોદ્દો ફોન નંબર ઇ-મેલ
અમદાવાદ
શ્રી રાજકુમાર બેનીવાલ
કલેકટર,
અમદાવાદ. (ઓફીસ) ૦૭૯- ૨૭૫૫૧૬૮૧
(ફેકસ) ૦૭૯- ૨૭૩૫૫૨૧૪૪ collector-ahd@gujarat.gov.in
અમરેલી શ્રી એચ. આર. સુથાર
કલેકટર,
અમરેલી. (ઓફીસ) ૦૨૭૯૨ - ૨૨૨૩૦૭
(ફેકસ) ૦૨૭૯૨ - ૨૨૨૭૧૦ collector-amr@gujarat.gov.in
આણંદ
ડો. ધવલકુમાર પટેલ
કલેકટર,
આણંદ. (ઓફીસ) ૦૨૬૯૨ - ૨૪૨૮૭૧
(ફેકસ) ૦૨૬૯૨ - ૨૪૧૫૭૫ collector-and@gujarat.gov.in
ખેડા
( નડિઆદ)
શ્રી કે. કે. નિરાલા
કલેકટર,
ખેડા. (ઓફીસ) ૦૨૬૮ - ૨૫૫૦૮૫૬
(ફેકસ) ૦૨૬૮ - ૨૫૫૨૨૧૦ collector-khe@gujarat.gov.in
બનાસકાંઠા
(પાલનપુર)
શ્રી રાના દિલીપકુમાર
કલેકટર,
બનાસકાંઠા. (ઓફીસ) ૦૨૭૪૨ - ૨૫૭૧૭૧
(ફેકસ) ૦૨૭૪૨ - ૨૫૨૭૪૦ collector-ban@gujarat.gov.in
ભરૂચ
ડૉ. વિક્રાંત પાંડે
કલેકટર,
ભરૂચ. (ઓફીસ) ૦૨૬૪૨ - ૨૪૦૬૦૦
(ફેકસ) ૦૨૬૪૨ - ૨૪૦૬૦૨ collector-bha@gujarat.gov.in
ભાવનગર
શ્રી બંછાનિધિ પાની
કલેકટર,
ભાવનગર. (ઓફીસ) ૦૨૭૮ - ૨૪૨૮૮૨૨
(ફેકસ) ૦૨૭૮ - ૨૪૨૭૯૪૧ collector-bav@gujarat.gov.in
દાહોદ
શ્રી એમ. એ. ગાંધી
કલેકટર,
દાહોદ. (ઓફીસ) ૦૨૬૭૩ - ૨૩૯૦૦૧
(ફેકસ) ૦૨૬૭૩ - ૨૨૨૦૦૫ collector-dah@gujarat.gov.in
ડાંગ
(આહવા)
સુશ્રી આદ્રા અગ્રવાલ
કલેકટર,
ડાંગ. (ઓફીસ) ૦૨૬૩૧ - ૨૨૦૨૦૧
(ફેકસ) ૦૨૬૩૧ - ૨૨૦૨૯૪ collector-dan@gujarat.gov.in
ગાંધીનગર
શ્રી રવિ શંકર
કલેકટર,
ગાંધીનગર. (ઓફીસ) ૦૭૯- ૨૩૨૨૦૩૩૦
(ફેકસ) ૦૭૯- ૨૩૨૫૯૦૪૦ collector-gnr@gujarat.gov.in
જામનગર
શ્રી એન.બી. ઉપાધયાય
કલેકટર,
જામનગર. (ઓફીસ) ૦૨૮૮ - ૨૫૫૫૮૬૯
(ફેકસ) ૦૨૮૮ - ૨૫૫૫૮૯૯ collector-jam@gujarat.gov.in
જુનાગઢ
શ્રી આલોકકુમાર પાન્‍ડે
કલેકટર,
જુનાગઢ. (ઓફીસ) ૦૨૮૫ - ૨૬૫૦૨૦૨
(ફેકસ) ૦૨૮૫ - ૨૬૫૧૩૩૨ collector-jun@gujarat.gov.in
કચ્છ
શ્રી એમ. એસ. પટેલ
કલેકટર,
કચ્છ. (ઓફીસ) ૦૨૮૩૨ - ૨૫૦૦૨૦
(ફેકસ) ૦૨૮૩૨ - ૨૫૦૪૩૦ collector-kut@gujarat.gov.in
મહેસાણા
શ્રી લોચન શહેરા
કલેકટર,
મહેસાણા. (ઓફીસ) ૦૨૭૬૨ - ૨૨૨૨૦૦
(ફેકસ) ૦૨૭૬૨ - ૨૨૨૨૦૨ collector-meh@gujarat.gov.in
નવસારી
કુ. રેમ્‍યા મોહન મુથાદથ
કલેકટર,
નવસારી. (ઓફીસ) ૦૨૬૩૭ - ૨૪૪૯૯૯
(ફેકસ) ૦૨૬૩૭ - ૨૮૧૫૪૦ collector-nav@gujarat.gov.in
પંચમહાલ
(ગોધરા)
શ્રીમતિ પી. ભારતી
કલેકટર,
પંચમહાલ. (ઓફીસ) ૦૨૬૭૨ - ૨૪૨૮૦૦
(ફેકસ) ૦૨૬૭૨ - ૨૪૨૮૮૯ collector-pan@gujarat.gov.in
પાટણ
શ્રી એચ. એન. ઠક્કર
કલેકટર,
પાટણ. (ઓફીસ) ૦૨૭૬૬ - ૨૩૩૩૦૧
(ફેકસ) ૦૨૭૬૬ - ૨૩૨૦૫૫ collector-pat@gujarat.gov.in
પોરબંદર
શ્રી ડી. જી. પટેલ
કલેકટર,
પોરબંદર. (ઓફીસ) ૦૨૮૬ - ૨૨૪૩૮૦૦
(ફેકસ) ૦૨૮૬ - ૨૨૪૨૫૨૭ collector-por@gujarat.gov.in
રાજકોટ
કુમારી મનીષાચંદ્રા
કલેકટર,
રાજકોટ. (ઓફીસ) ૦૨૮૧ - ૨૪૭૩૯૦૦
(ફેકસ) ૦૨૮૧ - ૨૪૫૩૬૨૧ collector-raj@gujarat.gov.in
નર્મદા
(રાજપીપળા)
શ્રી સંદીપ સાંગલે
કલેકટર,
નર્મદા. (ઓફીસ) ૦૨૬૪૦ - ૨૨૨૧૬૧
(ફેકસ) ૦૨૬૪૦ - ૨૨૨૧૭૧ collector-nar@gujarat.gov.in
સાબરકાંઠા
(હિંમ્મતનગર)
શ્રી પી. સ્વરૂપ
કલેકટર,
સાબરકાંઠા. (ઓફીસ) ૦૨૭૭૨ - ૨૪૧૦૦૧
(ફેકસ) ૦૨૭૭૨ - ૨૪૧૬૧૧ collector-sab@gujarat.gov.in
સુરત
ડૉ. રાજેન્‍દ્રકુમાર
કલેકટર,
સુરત. (ઓફીસ) ૦૨૬૧ - ૨૪૭૧૧૨૧
(ફેકસ) ૦૨૬૧ - ૨૪૬૫૧૧૬ collector-sur@gujarat.gov.in
સુરેન્દ્રનગર
શ્રી ઉદિત અગ્રવાલ
કલેકટર,
સુરેન્દ્રનગર. (ઓફીસ) ૦૨૭૫૨ - ૨૮૨૨૦૦
(ફેકસ) ૦૨૭૫૨ - ૨૮૩૮૬૨ collector-srn@gujarat.gov.in
વડોદરા
શ્રીમતી. અવંતિકા સિંહ ઔલખ
કલેકટર,
વડોદરા. (ઓફીસ) ૦૨૬૫ - ૨૪૩૩૦૦૦
(ફેકસ) ૦૨૬૨ - ૨૪૩૧૦૯૩ collector-vad@gujarat.gov.in
વલસાડ
શ્રી રવિ કુમાર અરોરા
કલેકટર,
વલસાડ. (ઓફીસ) ૦૨૬૩૨ - ૨૫૩૬૧૩
(ફેકસ) ૦૨૬૩૨ - ૨૪૯૩૩૫ collector-val@gujarat.gov.in
તાપી
(વ્યારા) શ્રી બી. સી. પટનિ
કલેકટર,
તાપી. (ઓફીસ) ૦૨૭૯૨ - ૨૨૪૪૦૦
(ફેકસ) ૦૨૭૯૨ - ૨૦૧૨૮૧ -

બોટાદ શ્રી એસ. કે. પંડ્યા
કલેકટર,
બોટાદ. (મો) ૯૯૭૮૪૦૫૯૩૧ -

મોરબી
શ્રી એસ. એમ. પટેલ
કલેકટર,
મોરબી. (મો) ૯૯૭૮૪૦૫૯૩૨ -

દેવ ભૂમિદ્રારકા
(ખંભાડિયા) શ્રી આર. જે. માંકડિયા
કલેકટર,
દેવ ભૂમિદ્રારકા. (મો) ૯૯૭૮૪૦૫૯૩૩ -

ગીર સોમનાથ
(વેરાવલ) ડો. અજય કુમાર
કલેકટર,
ગીર સોમનાથ. (મો) ૯૯૭૮૪૦૫૯૩૪ -

અરવલ્લી
(મોડાસા) કુ. સી. છાકછુઆક
કલેકટર,
અરવલ્લી. (મો) ૯૯૭૮૪૦૫૯૩૫ -

મહિસાગર
(લુનાવાડા) શ્રી કે. બી. ઉપાધ્યાય
કલેકટર,
મહિસાગર. (મો) ૯૯૭૮૪૦૫૯૩૬ -

છોટા ઉદેપુર
(વ્યારા) શ્રી જેનુ દેવાન
કલેકટર,
છોટા ઉદેપુર. (ઓ) ૦૨૬૬૯ - ૨૩૨૦૧૦

06 May 2015

CCC+ RESULT DECLARED EXAM DATE 17,18,21,22/4/2015

CCC+ RESULT DECLARED EXAM DATE 17,18,21,22/4/2015

RESULT DOWNLOAD CLICK HERE http://www.spipa.gujarat.gov.in/results

03 May 2015

ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

TRICKS: ચોરાયો હોય કે ગુમ થયો હોય MOBILE, તો આ છે શોધી કાઢવાની રીતો

સસ્તો હોય કે મોંઘો પણ દરેક વ્યક્તિ માટે પોતાનો મોબાઇલ ફોન ખાસ મહત્વ
ધરાવતો હોય છે. જયારે કોઇ વ્યક્તિનો મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તેને ઘણી જ
મુશ્કેલીઓ પડતી હોય છે. જે કદાચ મોબાઇલની કિંમત કરતાં ભારે પડી જાય છે.
પરંતુ ગભરાશો નહીં, આનાથી છુટકારો મેળવી શકાય છે. જો તમારો મોબાઇલ ચોરી
થઇ જાય કે ગુમ થઇ જાય તો કેટલીક ટ્રિક્સ છે જે તમને ગુમ થયેલો મોબાઇલ
શોધવામાં મદદ કરશે.

ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય

1- આઇએમઇઆઇ

દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *# ડાયલ
કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા
કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ. જેથી ભવિષ્યમાં જો કોઇ મોબાઇલ
ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ
ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી કાઢિને
ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.

2- અવાસ્ત મોબાઇલ સિક્યોરિટી

અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇ ગયેલા મોબાઇલને ટ્રેક કરી
શકાય છે. આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આનાથી તમે પોતાનો
મોબાઇલ ટ્રેક કરવાની સાથે સાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ
મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને
તમે તેનું લોકેશન જાણી શકો છો.

3- મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર

મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર પણ એક આવી જ એપ્લિકેશન છે જેની મદદથી ગુમ કે
ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ
બીજાનું સિમ હોવાની માહિતી મળે છે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના
માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ
એસએમએસથી મોકલી દેશે.

4- થીફ ટ્રેકર

થીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી
વ્યક્તિ અંગે પૂરી જાણકારી આપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર
માટે પણ મુશ્કેલ થઇ જશે. અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી
શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છે કે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને
સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે.

5- સ્માર્ટ લુક

સ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગ થીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના
ફોનને ચોરનાર વ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી
તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી
શકશો.

6- એન્ટી થેફટ એલાર્મ

એન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ
એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર
બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશે તો તમારા મોબાઇલનું એલાર્મ
જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન
કરી રહ્યું છે.

7- કેસ્પર સ્કાઇ

કેસ્પર સ્કાઇ મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન પણ અવાસ્તની જેમ ડાઉનલોડ કરી
શકાય છે. જેનાથી વણજોઇતા મોબાઇલ એસએમએસ અને ટેક્સ ફિલ્ટર કરી શકાય છે.
જેમાં સ્કેનર પણ છે, જે કોઇપણ મોબાઇલ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતાં પહેલા
તમને સૂચિત કરે છે.

8. લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ

લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટીવાયરસ ફ્રી એપ્લિકેશન છે. જેમાં ચોરી કે
ખોવાઇ ગયેલો મોબાઇલ ગૂગલ મેપની મદદથી તેના લોકેશનને શોધી શકે છે. જો ફોન
સ્વિચ ઓફ કરવામાં આવ્યો હોય તો આ એપ્લિકેશન ફોનનું છેલ્લું લોકેશન પણ
બતાવે છે. આ ડિવાઇસ તમને ફોન શોધવામાં મદદ કરી શકે છે.

9- ટ્રેન્ડ માઇક્રો

ટ્રેન્ડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ બેસ્ટ સેલિંગ
એપ્લિકેશનમાંની એક છે. જેના પ્રાઇવસી સ્કેનરની મદદથી ચોરોને દૂર રાખી
શકાય છે. જો બાળકો જરૂરી ચીજો ડિલિવ કરી નાંખે છે તો કિડ્સ ફીચરની મદદથી
પોતાના ફોનની કેટલીક ચીજો બ્લોક કરી શકાય છે.

10- પ્લાન બી લુકઆઉટ મોબાઇલ સિક્યુરિટી

પ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલો કે ચોરી થઇ
ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન
જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી
પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપને મેલ દ્ધારા આ
વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન
કયું હતું.