:~>દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો :~>ગઇ કાલ કૅન્સલ થયેલો ચેક છે, આવતીકાલ પ્રૉમિસરી નોટ છે, આજ એ રોકડ છે. એને શાણપણથી વાપરો..-કે.લિયોન્સ :~>પ્રશ્નોનો ઉકેલ એ જિંદગી નથી પણ વાસ્તવિકતાનો અનુભવ એ જિંદગી છે..-સોરેન કિર્કગાર્ડ :~>જ્યારે કેક કરતાં મીણબત્તીનો ખર્ચો વધારે આવે ત્યારે સમજવું કે વૃધ્ધ થતાં જાવ છો..-એડગર શોફ :~>એક માણસ સ્મિત અને સ્મિત અને સ્મિત આપ્યા જ કરે છતાંય એ ખલનાયક હોઇ શકે છે..-શેક્સપિયર :~>ઇશ્વરમાં માનવું અશક્ય છે-અને ન માનવું એ વિચિત્ર છે..-વૉલ્તેર :~>આપણને ત્રણ પ્રકારના મિત્રો હોય છે : આપણને પ્રેમ કરનારા, આપણા તરફ ઉદેસીન રહેનારા અને આપણને ધિક્કારનારા..-શેમફોર્ટ :~>જીવનને ગદ્ય તરીકે નહીં, પણ કાવ્ય તરીકે જોવું જોઇએ..-રજનીશ :~>જીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો અભિગમ બદલવાની..-સ્વામી રામ :~>માનવી તું સ્મિત અને આંસુ વચ્ચેનું લોલક !..-બાયરન :~>ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલું રહસ્ય છે..-એડમન્ડ રોસ્ટેન્ડ :~>ભવિષ્ય એ દર્પણ છે - એમાં કોઇ કાચ હોતો નથી..-ઝેવિયર ફોર્નેર્ટ :~>પૈસો એ આબેહૂબ 'સેક્સ' જેવો છે : ન હોય ત્યારે એનો જ વિચાર કરીએ છીએ અને હોય છે ત્યારે બીજા કશાકનો..-જેમ્સ બાલ્ડવિન :~>શ્રીમંત હોવું ને અભિમાની ન હોવું એ સહેલું છે, ગરીબ હોવું ને બડબડાટ વિના રહેવું મુશ્કેલ છે..-કૉન્ફ્યૂશિયસ :~>માણસજાત ધર્મને માટે ઝૂઝશે, ઝઝૂમશે, લડશે, લખશે, મરશે, કંઇ પણ કરશે પણ એને માટે જીવશે નહીં..-ચાર્લ્સ કોલ્ટન :~>માણસને સંગાથ જોઇએ છે, પછી ભલેને એ એક બળતી મીણબત્તી હોય !..-લિસ્ટનબર્ગ :~>એક નાનકડા ફૂલનું સર્જન કરવું એ યુગોનો પરિશ્રમ..-બ્લેઇક :~>માણસે આપણને નાગરિક બનાવ્યા, એ પહેલાં મહાન પ્રકૃતિએ આપણને માણસ બનાવ્યા હતા..-જેમ્સ રસેલ લોવેલ :~>આપણે - સ્ત્રીઓ અને પુરુષો માટે પ્રથમ પ્રશ્ન ભણવાનો નથી પણ ભણેલું ભૂલવાનો છે..-ગ્લોરિયા સ્ટેઇનામ :~>એક વ્યક્તિને પ્રેમ કરવો એનો અર્થ એટલો જ કે એ વ્યક્તિ સાથે વૃદ્ધ થવા માટે સંમત થવું..-આલ્બેર કામૂ :~>બાળકોને વસ્તુઓ નહીં વહાલ જોઇએ છે..-એચ.જૅનસનબ્રાઉન :~>જેને પેદા કરતાં આવડે એને જ ખરચતાં આવડે છે..-સ્વામી આનંદ :~>મારી જ પાસે છે, મારી જ નિયતિની ચાવી..-ઇલેની મૅ સવેલ :~>રાજા હોય કે રંક હોય - સૌથી નસીબદાર માણસ એ છે કે જેને પોતાનું કલ્યાણમય ઘર હોય..-ગ્યૂઇથે :~>સતત રજા ભોગવવી એ નરક માટેની સારી અને ખપ આવે એવી વ્યાખ્યા છે..-બર્નાર્ડ શૉ :~>મારો દીકરો ત્યાં સુધી જ દીકરો છે જ્યાં સુધી એની પત્ની નથી આવી, પણ મારી દીકરી એ આખી જિંદગી મારી દીકરી જ છે..-થોમસ પુલર :~>ખુશામત કરવી સહેલી છે, પ્રશંસા કરવી મુશ્કેલ છે..-જ્યાં રિયટેર :~>જીવન અનુભવોની પરંપરા છે..-હેન્રી ફોર્ડ :~>જે માણસમાં પોતામાં સંગીત ન હોય કે જેના પર સંગીતનો પ્રભાવ ન હોય એ માણસનો ભરોસો કદીયે કરતા નહીં..-શેક્સપિયર :~>જે ભીતરથી ખૂબ ઉદાસ હોય છે એ જ ખૂબ હસે છે..-જ્યાં રિયર :~>પ્રત્યેક માણસે કમસે કમ પોતાનો એક દિવસ તો પોતા માટે ચોરી લેવો જોઇએ..-માયા એન્જેલુ :~>ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :~>જે મનુષ્યો ઓછું વિચારે છે, તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે..-મોન્તેસ્ક :~>જે દોષો આપણે બીજામાં જોઇએ છીએ એ આપણામાં નથી એ જોવું જોઇએ..-મીનેન્ડર :~>જીવવામાં જ જિંદગી છે. એને હંમેશા ચોળીને ચૂંથ્યા કરવામાં નહીં. :~>લગ્ન પહેલાં મારી પાસે બાળઉછેર વિશે છ નિયમો હતા, હવે મારી પાસે છ બાળકો છે અને એક પણ નિયમ નથી..-જોન વિલ્મોટ :~>ગરીબને મદદ કરવાનો ઉત્તમ રસ્તો એ છે કે આપણે ગરીબ ન રહેવું..-લેઇંગ હેન્કોક :~>પ્રાર્થના ઇશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે..-સોરેન કિર્કેગાર્ડ :~>હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ અને મારું કાર્ય પૂરુ થાય ત્યાં સુધી જીવન..-વિનિફ્રેડ હૉલ્ટબી

06 March 2013

05 March 2013

LIC of India Recruitment 2013

Life Insurance Corporation of India Recruitment For 750 Assistant Administrative OfficerGovernment jobs

MORE DETAIL CLICK HERE

કમ્પ્યૂટર વિશે જાણો

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..




મોબાઈલનો કેમેરો, વેબકેમ બની ગયો 
ઈન્ટરનેટનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઇન્ટરનેટનો શબ્દ સાંભળતાં પહેલા જ બે શબ્દો યાદ આવે chatting અને e-mail. એમાં પણ video અને voice chat ની મજા જ કંઇક અલગ છે. દેશ-વિદેશમાં રહેતા સગા-સંબધીઓ જોડે પહેલા ફોન પર વાત થતી હતી. ત્યારબાદ text chatting દ્વારા વાતો કરવાની નાણાંકીય રીતે સસ્તી પાડવા લાગી. હવે તો video અને voice chat દ્વારા કોઈ દૂર લાગતું જ નથી. Video chat કરવા માટે Webcam ની જરૂરીયાત રહે છે. હાલમાં પણ એવા ઘણા ઈન્ટરનેટ ઉપયોગકર્તા છે કે જેમની પાસે webcam નથી. પરંતુ આપણે એમ કહી શકીએ કે તે બધા પાસે કેમેરાવાળો મોબાઈલ ફોન જરૂરથી હશે. તો મિત્રો આજથી જ મોબાઈલ ફોનનો તમે webcam તરીકે ઉપયોગ કરી શકો છો. આ માટે Mobiola નામનું webcam સોફ્ટવેરને સૌપ્રથમ મોબાઈલમાં Install કરવામાં આવે છે. જ્યાં એનું Simple configuration કરવામાં આવે છે. ત્યારબાદ Mobiola નું Desktop version કમ્પ્યુટરમાં install કરવામાં આવે છે. ત્યારબાદ મોબાઈલના Mobiola સોફ્ટવેરને શરૂ કરતાં જ તે કમ્પ્યુટર સાથે Wi-Fi કે USB દ્વારા connect કરવું છે તે અંગેનું selection કરતાં જ Webcam શરૂ થઇ જશે. આટલું જ નહિ, આ સોફ્ટવેર દ્વારા ફોટો પણ પાડી શકાય છે. તેમજ નાના-મોટા image editing ની સગવડ પણ આ સોફ્ટવેર પૂરી પાડે છે. આ સોફ્ટવેરનું Demo Version www.mobiola.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.

WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી




WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાને કરવું.
સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINE પર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારો windows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો અને તમારું કામ શરુ કરો.

ડેબિટ-ક્રેડિટ કાર્ડ માટે નવી સિસ્ટમ આવશે

04 March 2013

GSRTC Gujarat Recruitment 2013

GSRTC Gujarat Recruitment 2013 for Engineer & Supervisor Jobs - gsrtc.in | LAST DATE : 31/03/2013

MORE DETAIL CLICK HERE